સુનીલ શેટ્ટીનો દીકરો અહાન આ છોકરી સાથે કરી રહ્યો છે ડેટ

08 September, 2019 04:00 PM IST  |  મુંબઈ ડેસ્ક

સુનીલ શેટ્ટીનો દીકરો અહાન આ છોકરી સાથે કરી રહ્યો છે ડેટ

અહાન શેટ્ટી ગર્લફ્રેન્ડ તાનિયા શ્રોફ સાથે

બોલીવુડ અભિનેતા સુનીલ શેટ્ટીના દીકરો અહાન શેટ્ટી હાલ પોતાના લિંકઅપને કારણે ચર્ચામાં છે. પહેલા ચર્ચા હતી કે અહાન તાનિયાને ડેટ કરે છે, પણ હવે નક્કી થઈ ગયું કે અહાન અને તાનિયા રિલેશનશિપમાં છે અને પોતે અહાને આ કન્ફર્મ કર્યું છે. તેણે પોતે એક કોમેન્ટથી લોકોને કહી દીધું છે કે તે તાનિયાને પ્રેમ કરે છે.

તાજેતરમાં જ બન્ને ઇટલીમાં રજાઓ માણી રહ્યા છે અને ક્વૉલિટી ટાઇમ સ્પેન્ડ કરી રહ્યા છે બન્નેએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર રજાઓની કેટલીક તસવીરો પણ શેર કરી છે. તસવીરોમાં દેખાય છે કે બન્ને સાથે મસ્તી કરે છે અને તસવીરોમાં તેમની બૉન્ડિંગ પણ સ્પષ્ટ દેખાય છે. વેકેશનની જ એક તસવીર તાનિયાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી, જેમાં કપલ બોટ પર બેઠું છે અને પાણીની વચ્ચે સારી રીતે ટાઇમ સ્પેન્ડ કરે છે.

આ તસવીર પર જ અહાને કોમેન્ટ કરી છે, "I Love You." જેના પછી માનવામાં આવે છે કે બન્ને હાલ રિલેશનશિપમાં છે અને એકબીજાને ડેટ કરી રહ્યા છે. તાનિયાએ દરમિનની કેટલીય તસવીરો શેર કરી છે અને ઘણાં બધાં ફોટોઝમાં તે બિકિનીમાં જોવા મળે છે. જે તસવીરમાં અહાન પણ દેખાય છે, તેમાં પણ તાનિયાનો બોલ્ડ લૂક જોવા મળે છે.

જણાવીએ કે અહાન બોલીવુડમાં ડેબ્યૂ કરવાનો છે. તે મિલન લુથરિયાની તેલૂગુ હિટ આરએક્સ 100ની હિન્દી રીમેકમાં જોવા મળશે. તે આ એક્શન થ્રિલર મૂવીમાં તારા સૂતરિયા સાથે રોમાન્સ કરતો જોવા મળશે. તેની ફિલ્મને લઈને પણ મીડિયામાં અહાનની ચર્ચા થવા લાગી છે. આ પહેલા આઈએએનએસને આપેલા ઇ્ટરવ્યૂમાં અભિનેતા સુનીલ શેટ્ટીએ સ્પષ્ટ જણાવ્યું હતું કે અહાનની ફિલ્મને ઑડિયન્સ મળવાને લઈને ચિંતા નથી, તેમણે કહ્યું હતું કે અહાન તેના કરતાં ઘણો સારો છે.

આ પણ વાંચો : રવિન્દ્ર જાડેજાઃ 'સર'નો છે આગવો અંદાજ, જુઓ તસવીરો

જોકે, હજી સુધી એ ખ્યાલ નથી આવતો કે આખરે તાનિયા કોણ છે પણ તાનિયાનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ વેરિફાઇડ છે. તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોતાની વેબસાઈટની લિન્ક પણ મૂકી છે, જો કે તેની ફોટો વેબસાઈટ છે.

bollywood sunil shetty