01 October, 2025 10:18 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શિલૉન્ગમાં અહાન પાંડે અને મોહિત સૂરિ
મોહિત સૂરિની અહાન પાંડે તેમ જ અનીત પડ્ડાને ચમકાવતી ‘સૈયારા’ને બૉક્સ-ઑફિસ પર જબરદસ્ત સફળતા મળી હતી. આ ફિલ્મની રિલીઝને બે મહિના કરતાં વધારે સમય થઈ ગયો હોવા છતાં અહાન અને મોહિત હજી પણ ફિલ્મની સફળતાની ઉજવણી કરી રહ્યા છે. હાલમાં મોહિત અને અહાન એકબીજાની કંપનીમાં ‘સૈયારા’ની સક્સેસ સેલિબ્રેટ કરવા શિલૉન્ગ પહોંચ્યા છે.
મોહિતે સોશ્યલ મીડિયા પર પોતાની અને અહાનની કેટલીક તસવીરો શૅર કરી છે. આ તસવીરમાં તેઓ શિલૉન્ગની ‘ધ ઈવનિંગ ક્લબ’ની બહાર પોઝ આપતા દેખાઈ રહ્યા છે. આ પોસ્ટ સાથે મોહિત સૂરિએ જણાવ્યું છે કે ‘સૈયારા’ની યાત્રા બરાબર અહીંથી શરૂ થઈ હતી અને તેઓ વચન નિભાવવા માટે ‘સૈયારા’ની સફળતાનો જશ્ન મનાવવા ફરી એ જગ્યાએ જ પહોંચ્યા છે.
મોહિત સૂરિએ આ પોસ્ટ શૅર કર્યા પછી તેની પત્ની ઉદિતા ગોસ્વામીએ અનીત પડ્ડાને ટૅગ કરીને લખ્યું કે અમે તને ખૂબ યાદ કરી રહ્યા છીએ.