મેડ ફૉર ઈચ અધર

05 September, 2026 02:17 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અહાન પાંડે અને અનીત પડ્ડાનો ડિલીટ થયેલો ડાન્સ-વિડિયો જોઇને ફૅન્સ કરી રહ્યા છે આવી કમેન્ટ

અહાન પાંડે અને અનીત પડ્ડાનો ડિલીટ થયેલો ડાન્સ-વિડિયો

‘સૈયારા’નાં કલાકારો અહાન પાંડે અને અનીત પડ્ડાનો એક ડાન્સ-વિડિયો સોશ્યલ મીડિયામાં ચર્ચામાં છે. અનીતે પોતાની અને અહાનની ‘ગલી ગલી મેં ફિરતા હૈ’ ગીત પર ડાન્સ કરતી એક રીલ પોસ્ટ કરી હતી, પણ પોસ્ટ કર્યા બાદ માત્ર થોડી જ મિનિટોમાં એને ડિલીટ પણ કરી દીધી હતી. જોકે વિડિયો ડિલીટ થાય એ પહેલાં જ ઘણા ચાહકોએ એને રેકૉર્ડ કરી લીધો અને પછી એ વિવિધ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર ઝડપથી વાઇરલ થઈ ગયો હતો અને લોકો આ જોડીને ‘મેડ ફૉર ઈચ અધર’ ગણાવી રહ્યા છે.

ahaan panday aneet padda bollywood bollywood gossips bollywood buzz bollywood news entertainment news