સારા-સુશાંતની લવ સ્ટોરી સાંભળીને કંગના રનોટને આવી હૃતિક રોશનની યાદ

20 August, 2020 05:27 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સારા-સુશાંતની લવ સ્ટોરી સાંભળીને કંગના રનોટને આવી હૃતિક રોશનની યાદ

કંગના રનોટ અને હૃતિક રોશન (ફાઈલ તસવીર)

2018માં આવેલી સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) સારા અલી ખાન (Sara Ali Khan)ની ફિલ્મ 'કેદારનાથ' રિલીઝ થઈ ત્યારે બન્ને જણ રિલેશનશિપમાં હોવાની અને તેમનું અફેર ચાલતું હોવાની ચર્ચાઓએ જોર પકડયું હતું. પરંતુ બન્નેએ ક્યારેય આ અંગે ખુલસો નહોતો કર્યો. જોકે, હવે સુશાંત સિંહ રાજપૂતના મિત્ર સેમ્યુઅલ હોકીપે દાવો કર્યો છે કે, 'કેદારનાથ'ના પ્રમોશન વખતે સુશાંત અને સારા એકબીજાના પ્રેમમાં ડૂબેલા હતા. આ જ વાત પર અભિનેત્રી કંગના રનોટે તેની પ્રતિક્રિયા આપી છે અને સાથે જ તેના હૃતિક રોશન (Hrithik Roshan) સાથેના પ્રેમને યાદ કર્યો છે.

આ પણ વાંચો: આ કારણે સારા અલી ખાને સુશાંત સાથે કર્યું હતું બ્રેકઅપ, અભિનેતાના મિત્રનો દાવો

સુશાંતના મિત્રના ખુલાસા પર પ્રતિક્રિયા આપતા કંગના રનોટે કહ્યું છે કે, સુશાંત સિંહ રાજપૂત તથા સારાના અફેરની ચર્ચા મીડિયામાં પણ હતી. ત્યાં સુધી કે આઉટડોર દરમિયાન તેઓ રૂમ પણ શૅર કરતા હતા. આ બનાવટી નેપોટિઝ્મ કિડ્સ બહારના નબળા લોકોને કેમ સપનાઓ બતાવે છે અને પછી જાહેરમાં તેમને ડમ્પ કરી દે છે? પછી તે કોઈ લાલચી મહિલાને પ્રેમ કરવા લાગ્યો હશે, તેમાં કોઈ જ નવાઈ નથી.

કંગનાની ટ્વીટ પર કમેન્ટ કરતા એક યુઝરે કહ્યું હતું, કોઈએ મારી વાતનો વિશ્વાસ કર્યો નહીં. હું ‘કેદારનાથ’ના પ્રમોશન સમયથી બૂમો પાડીને કહેતો હતો કે બંને કેવા એકબીજાના પ્રેમમાં પાગલ છે પરંતુ જ્યારે સારાએ સુશાંતને ડમ્પ કરી દીધો તો સુશાંતે તેને અનફોલો કરી અને ઈન્સ્ટાગ્રામમાંથી તેની તમામ તસવીરો ડિલીટ કરી દીધી. આ બાબતની સુશાંત પર ઊંડી અસર થઈ હતી.

આ યુઝરને જવાબ આપતા અભિનેત્રીએ કહ્યું હતું કે, મારું માનવું છે કે સારાએ તેને જરૂર પ્રેમ કર્યો હશે. તે મૂર્ખ નહોતો કે ગમે તેવી યુવતીના પ્રેમમાં પડી જાય પરંતુ તેના પર જરૂર દબાણ રહ્યું હશે. હું હૃતિક સાથે હતી ત્યારે મેં જે પણ અનુભવ્યું તે સાચું હતું. મને આ અંગે હજી પણ સહેજય શંકા નથી. જોકે, તે કેમ અચાનક આ રીતે મોટો વિરોધી બની ગયો, તે હજી મારા માટે રહસ્ય છે.

આમ અભિનેત્રી કંગના રનોટે સુશાંત સિંહ રાજપૂત અને સારા અલી ખાનની લવ સ્ટોરી સાંભળીને પોતાના સાચ્ચા પ્રેમને યાદ કરીને ભાવુક થઈ ગઈ છે.

entertainment news bollywood bollywood news bollywood gossips sushant singh rajput sara ali khan kangana ranaut hrithik roshan