હવે વિદ્યા બાલનની 'શકુંતલા દેવી' પણ ડિજીટલ પ્લેટફોર્મ પર રિલીઝ થશે

15 May, 2020 11:14 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

હવે વિદ્યા બાલનની 'શકુંતલા દેવી' પણ ડિજીટલ પ્લેટફોર્મ પર રિલીઝ થશે

વિદ્યા બાલન

અમિતાભ બચ્ચન અને આયુષ્માન ખુરાના સ્ટારર 'ગુલાબો સિતાબો' બાદ હવે વિદ્યા બાલનની 'શકુંતલા દેવી' પણ દર્શકો તેમના મોબાઈલ ફોનમાં જોઈ શકશે. કારણકે એમએઝોન પ્રાઈમે ફિલ્મના વર્લ્ડ પ્રિમિયરની જાહેરાત કરી દીધી છે. પરંતુ હજી સુધી રિલીઝ ડેટ જાહેર નથી કરાઈ.

ડિજીટલ પ્લેટફોર્મ પર ફિલ્મ રિલીઝના ન્યુઝ આપતા વિદ્યા બાલને લખ્યું હતું કે, જાહેરાત કરતા મને ખુશી થાય છે કે બહુ જલ્દી તમે પ્રાઈમ વિડિયો પર તમારા પરિવાર સાથે 'શકુંતલા દેવી' જોઈ શકશો. આવી મુશ્કેલીના સમયમાં પણ અમે તમારું મનોરંજન કરી રહ્યાં છીએ એની ખુશી છે.

'શકુંતલા દેવી' મેથેમેટિક્સ જીનિયર શકુંતલા દેવીની બાયોપિક છે. ફિલ્મને ડાયરેક્ટ અનુ મેનને કરી છે. પહેલા ફિલ્મ આઠ માર્ચે થિયેટરોમાં રિલીઝ થવાની હતી. પરંતુ લૉકડાઉનને લીધે રિલીઝ ડેટ કેન્સલ કરવામાં આવી હતી. જો કે, 13 માર્ચ બાદ કોઈપણ ફિલ્મ રિલીઝ નથી થઈ. ફિલ્મમાં વિદ્યાની સાથે જીસુ સેનગુપ્તા અણે સાન્યા મલ્હોત્રા પણ મહત્વની ભૂમિકામાં છે.

ડાયરેક્ટર અનુ મેનને કહ્યું હતું કે, હું બહુ ઉત્સાહિત છું કે ફિલ્મનું વર્લ્ડવાઈડ એમેઝોન પ્રાઈમ પર પ્રિમિયર થવા જઈ રહ્યું છે. પ્રાઈમ વિડિયો પર બધા જ શકુંતલા દેવીની અદ્ભુત પ્રતિભા અને વિદ્યા બાલનની અપ્રતિમ એક્ટિંગનો અનુભવ કરી શકશે. શકુંતલા દેવીની પ્રતિભાથી આખી દુનિયા ચક થઈ ગઈ હતી. તેઓ થોડીક જ સેકેન્ડમાં ગણિતના મોટા મોટા દાખલાઓનો જવાબ શોધી કાઢતા હતા. તે સમયમાં પણ તેઓ પોતાની શરતોને આધારે જીવન જીવ્યા હતા. આપણે સ્ક્રિન પર સ્ત્રીના જુદા જુદા અવતાર દર્શાવી રહ્યાં છીએ ત્યારે તેમની વાર્તા કહેવી બહુ જરૂરી છે. એટલું જ નહી વિદ્યા બહુ ઉમદા અભિનય પણ કર્યો છે.

આ પહેલા શુજીત સરકારની 'ગુલાબો સિતાબો' એમેઝોન પ્રાઈમ પર રિલીઝ કરવાનો નિર્નય લેવામાં આવ્યો હતો

entertainment news bollywood bollywood news vidya balan upcoming movie amazon prime