Exit poll 2019 આવ્યા પછી સોશિયલ મીડિયા પર વાયરલ થયા મીમ્સ

20 May, 2019 06:56 PM IST  | 

Exit poll 2019 આવ્યા પછી સોશિયલ મીડિયા પર વાયરલ થયા મીમ્સ

રણવીર સિંહ, દીપિકા પાદુકોણ

લોકસભા ચૂંટણીના પરિણામ 23મેના રોજ જાહેર થશે. આ વખતે ચૂંટણીને લઇને સતત ફોટોઝ, વીડિયો અને મીમ્સ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં રહ્યા છે. દરમિયાન કેટલાક એવા મીમ્સ છે જેને જોઇને અને વાંચીને તમે પણ હસી પડશો. આ મીમ્સને બોલીવુડ સેલેબ્સની તસવીરો તેમજ ફિલ્મના સીન્સ અને પોસ્ટરના દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે જે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડમાં છે.

લોકસભા ચૂંટણીના છેલ્લા ચરણની વૉટિંગ 19 મેના પૂરી થઇ, એક્ઝિટ પોલ પણ જાહેર થઇ ગયા છે. જેના પછી સોશિયલ મીડિયા પર ફરી એક વાર મીમ્સ વાયરલ થવા લાગ્યા છે. આ મીમ્સમાં બોલીવુડ એક્ટર્સ પણ જોવા મળે છે કારણ કે આ મીમ્સ ફિલ્મોના પોસ્ટર તેમજ સીન્સ અનો ફોટોઝનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યા છે. કેટલાક મીમ્સ કોઇક પાર્ટીની મજાક કરતાં બનાવ્યા છે તો કેટલાક બીજી પાર્ટીની મજાક કરતાં. શરૂઆત કરીએ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણના ફોટોને લઇને બનાવાયેલા મીમથી. મીમમાં તમે જોઇ શકશો કે, રણવીર દીપિકાની તરફ જોઇ રહ્યો છે અને તેની સામે દીપિકાની બે તસવીરો છે. એક પર 2014 લખ્યું છે અને બીજી પર 2019 લખ્યું છે. ફરક માત્ર એટલો જ છે કે પહેલી અને બીજી બન્ને તસવીરોમાં દીપિકાનો લૂક જુદો જુદો છે. અને કેપ્શનમાં લખ્યું છે કે ભારતીયો આ રીતે લોકસભા ચૂંટણીને આ રીતે જુએ છે.

વધુ એક મીમમાં કહેવાઇ રહ્યું છે કે, સેક્યુલર અને એન્ટીનેશનલ લોકો કઇ રીતે એક્ઝિટ પોલ તરફ જુએ છે.

એક મીમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહની ચૂંટણી પ્રત્યેની ઉત્સુકતાને દર્શાવી છે.

 

વધુ એક મીમમાં એક્ઝિટ પોલ 2019 આવ્યા બાદ રાહુલ ગાંધીના રીએક્શનને દર્શાવવામાં આવ્યો છે.

તો બીજી તરફ વધુ એક મીમમાં પશ્ચિમ બંગાળની મુખ્યપ્રધાન અને ટીએમસી પ્રમુખ મમતા બેનર્જીના રીએક્શનને મજાકના અંદાજમાં દર્શાવવામાં આવ્યા છે.

 

મનોજ વાજપેયીની ફિલ્મ ગૈંગ્સ ઑફ વાસેપુરના એક સીનમાંથી લેવામાં આવેલા એક ફોટોનું મીમ પણ વાયરલ થઇ રહ્યું છે.

આ પણ વાંચો : Exit Pollsના બહાને વિવેકે ઉડાવી ઐશ્વર્યાની મજાક, યૂઝર્સે લીધો આડે હાથ

તમે જોઇ શકો છો કે, દરેક પ્રકારના મીમ સોશિયલ મીડિયા પર જોવા મળે છે. કોઇક એક રાજકારણી પાર્ટીને સપોર્ટ કરે છે તો કોઇક બીજી પાર્ટીને. જો કે કોને કેટલી સીટ્સ મળશે આ 23 મેના જાહેર થઇ જ જશે. જણાવીએ કે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર બનેલી ફિલ્મ PM Narendra Modi હવે 24મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

bollywood bollywood news entertaintment