Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Exit Pollsના બહાને વિવેકે ઉડાવી ઐશ્વર્યાની મજાક, યૂઝર્સે લીધો આડે હાથ

Exit Pollsના બહાને વિવેકે ઉડાવી ઐશ્વર્યાની મજાક, યૂઝર્સે લીધો આડે હાથ

20 May, 2019 06:57 PM IST | મુંબઈ

Exit Pollsના બહાને વિવેકે ઉડાવી ઐશ્વર્યાની મજાક, યૂઝર્સે લીધો આડે હાથ

શા માટે નેટિઝન્સ થયા વિવેક પર ગુસ્સે?

શા માટે નેટિઝન્સ થયા વિવેક પર ગુસ્સે?


દેશભરમાં મતદાન પૂર્ણ થયા બાદ હવે એક્ઝિટ પોલ્સ ચર્ચામાં છે. આ દરમિયાન અભિનેતા વિવેક ઓબેરૉયે કાંઈક એવું કર્યું છે જેનાથી નેટિઝન્સ તેના પર ભડકી ગયા છે.

વિવેકે કર્યું ટ્વીટ



બન્યું એવું કે એક્ઝિટ પોલ્સ પર બનેલું એક મીમ વિવેકે ટ્વીટ કર્યું. જેમાં દર્શાવવામાં આવ્યું છે ગમે એટલા ઓપિનિયન કે એક્ઝિટ પોલ કરી લો, પરંતુ હકીકત કાંઈક બીજી જ હોય છે. જેના માટે ઉદાહરણ તરીકે સલમાન ખાન, વિવેક ઑબેરોયની લવ સ્ટોરીને બતાવવામાં આવી છે. મીમ પ્રમાણે, સલમાન અને ઐશ્વર્યાની લવ સ્ટોરી ઓપિનિયન પોલ જેવી હતી, જ્યારે વિવેક અને ઐશવર્યાની લવ સ્ટોરી એક્ઝિટ પોલ જેવી હતી. પરંતુ હકીકતમાં ઐશ્વર્યા ન સલમાનને મળી ન તો વિવેકને, તેમના લગ્ન થયા અભિષેક સાથે. મીમમાં ફોટોમાં આરાધ્યા પણ છે. જેની સામે વાંધો જાહેર કરવામાં આવ્યો છે.



વિવેકે આ ટ્વીટ શેર કરતા લખ્યું કે, હાહાહા..ક્રિએટિવ. અહીં રાજનીતિ નથી થઈ રહી, બસ જિંદગીની વાત કરવામાં આવી રહી છે.


vivek tweet

નેટિઝન્સને મજાક ન આવી પસંદ!

જો કે વિવેકનો આ મજાકિયા અંદાજ તેના પર જ ભારે પડી રહ્યો છે. કેટલાક યૂઝર્સ આ મીમ પર વાંધો ઉઠાવ્યો અને તેને ઐશ્વર્યાની ઈન્સલ્ટ સમાન બતાવ્યું છે. જાણીતી બેડમિન્ટન પ્લેયર જ્વાલા ગુટ્ટાએ લખ્યું કે આ ટ્વીટ કરવું તમારુ ઘટિયાપન દર્શાવે છે. નિરાશાજનક. જ્યારે રિયા નામની યૂઝરને લખ્યું કે આ તસવીરને ન ફેલાવો, આ એક મહિલા અને તેના બાળકને નીચું બતાવે છે.

આ પણ વાંચોઃ ફરી આવે છે PM Narendra Modi, શંખ વગાડતી તસવીર વાયરલ

સલમાન, ઐશ્વર્યા અને વિવેક ઑબેરોયની કહાની બધા લોકોને ખબર છે. કોઈક ને કોઈક બહાને આ દાસ્તાં આજે પણ ચર્ચામાં આવે છે. અને આ વખતે તો ખુદ વિવેક તેને સપાટી પર લઈ આવ્યા છે. સલમાન ખાનથી અલગ થયા બાદ ઐશ્વર્યાની જિંદગીમાં વિવેક આવ્યા હતા, પણ આ સંબંધ લાંબું ન ચાલ્યો અને 2007માં ઐશ્વર્યાએ અભિષેક સાથે લગ્ન કરી લીધા.

Whatsapp-channel Whatsapp-channel

20 May, 2019 06:57 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK