‘ફાઇટર’નું શેડ્યુલ પૂરું થયા બાદ આસામના ઍરબેઝને પોતાનું જિમ ગિફ્ટ કર્યું હૃતિકે

25 December, 2022 12:21 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફિલ્મ ૨૦૨૪ની ૨૫ જાન્યુઆરીએ રિલીઝ થવાની છે

‘ફાઇટર’નું શેડ્યુલ પૂરું થયા બાદ આસામના ઍરબેઝને પોતાનું જિમ ગિફ્ટ કર્યું હૃતિકે

હૃતિક રોશને ‘ફાઇટર’નું શેડ્યુલ આસામમાં પૂરું કર્યા બાદ ત્યાંના ઍરબેઝને પોતાનું ફંક્શનલ જિમ ગિફ્ટ કર્યું હતું. આ ફિલ્મમાં તે ઍરફોર્સ ઑફિસરના રોલમાં દેખાવાનો છે. આ ફિલ્મને સિદ્ધાર્થ આનંદે ડિરેક્ટ કરી છે. આ ફિલ્મ ૨૦૨૪ની ૨૫ જાન્યુઆરીએ રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં તેની સાથે દીપિકા પાદુકોણ અને અનિલ કપૂર લીડ રોલમાં છે. આ એક એરિયલ ઍક્શન ફિલ્મ છે. આ ફિલ્મના શૂટિંગ માટે આસામના ઍરબેઝ તેઝપુરમાં ૧૦ દિવસ સુધી તેણે ઇમોશનલ અને ઍક્શન સીક્વન્સ શૂટ કર્યાં હતાં. હૃતિક ફિટનેસ ફ્રીક હોવાથી તે વર્કઆઉટમાં કોઈ સમાધાન નથી કરતો એથી તે ફંક્શનલ જિમ સેટઅપ સાથે રાખે છે. એ જિમ સેટઅપમાં તેણે અનેક ઇક્વિપમેન્ટ્સનો ઉમેરો કર્યો છે. શેડ્યુલ પૂરું કર્યા બાદ હૃતિકે ડિફેન્સ ફોર્સ પ્રત્યે આભાર વ્યક્ત કરતાં એ જિમ સેટઅપ તેમને ગિફ્ટ કર્યું છે. 

entertainment news bollywood news hrithik roshan