મુંબઈ આવ્યા બાદ મારી ફૅમિલીની હું પ્રશંસા કરવા લાગ્યો હતો: સિદ્ધાર્થ

25 June, 2020 09:47 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈ આવ્યા બાદ મારી ફૅમિલીની હું પ્રશંસા કરવા લાગ્યો હતો: સિદ્ધાર્થ

સિદ્ધાર્થ મલ્હોત્રાએ જણાવ્યું હતું કે તે જ્યારે મુંબઈ આવ્યો ત્યારથી તેણે ફૅમિલીની પ્રશંસા કરવા માંડી હતી. તેણે કરણ જોહરની ‘માય નેમ ઇઝ ખાન’માં અસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું. ત્યાર બાદ તેને કરણની ‘સ્ટુડન્ટ ઑફ ધ યર’માં બ્રેક મળ્યો હતો. મુંબઈમાં આવ્યા બાદના અનુભવ વિશે સિદ્ધાર્થે કહ્યું હતું કે ‘મને યાદ છે, ૨૧ વર્ષની ઉંમરમાં હું જ્યારે મુંબઈ આવ્યો ત્યારે અહીં મારી રીતે રહેતો હતો. હું જે જૉઇન્ટ ફૅમિલીમાં ઊછર્યો છું એની મારી સાથે જોડાયેલા દરેકની આગળ પ્રશંસા કરતો હતો. મને યાદ છે કે હું જ્યારે ફોન પર મારા પેરન્ટ્સ સાથે વાત કરતો હતો ત્યારે હું તેમને કહેતો હતો કે ફોન પર વાત બંધ કરતી વખતે આપણે એમ કેમ નથી કહેતા કે લવ યુ મૉમ, લવ યુ ડૅડ. અમારા પંજાબી પરિવારમાં એવું કલ્ચર રહ્યું જ નથી, કારણ કે અમારામાંથી કોઈ પણ કુટુંબથી દૂર નથી રહ્યું. એક દિવસ મારા ડૅડી સાથે બેસીને તેમને કહ્યું હતું કે ગુડ બાય કહેવાને બદલે આપણે એમ કહેવું જોઈએ કે યુ લવ મી. એ વખતે મારા ડૅડીએ કહ્યું હતું કે ‘યા યા અફકોર્સ, આઇ લવ યુ.’ એ ખરેખર મજેદાર હતું. તમે વિચારી શકો છો કે જે પિતા જેમનો ૨૧ વર્ષનો દીકરો અલગ શહેરમાં રહેતો હોય અને તેના પિતાને કહે કે પ્લીઝ, ફોન રાખતાં પહેલાં એમ કહો કે લવ મી. આ બાબતનો મને ત્યારે અનુભવ થયો જ્યારે હું મુંબઈમાં ઍક્ટર બનવા આવ્યો હતો. એ સહેલું નહોતું. મને લાગે છે કે તમારા પેરન્ટ્સ તમને જે શીખવાડે છે એ જ તમે કરો છો.’

entertainment news bollywood bollywood news bollywood gossips sidharth malhotra