બૉયફ્રેન્ડ રણબીર બાદ હવે આલિયા કોરોના પૉઝિટિવ

03 April, 2021 01:49 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હું દરેકને જણાવવા માગું છું કે કોવિડ-19 માટે હું પૉઝિટિવ આવી છું. મેં તરત જ મારી જાતને આઇસોલેટ કરી દીધી છે અને હું હોમ-ક્વૉરન્ટીન છું. મારા ડૉક્ટર્સની સલાહ અનુસાર હું દરેક સેફ્ટી પ્રોટોકૉલ ફૉલો કરી રહી છું.

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ હવે કોરોના પૉઝિટિવ બની છે. સૌથી પહેલાં તેનો બૉયફ્રેન્ડ રણબીર કપૂર કોરોના પૉઝિટિવ થયો હતો. તેની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ના ફિલ્મમેકર સંજય લીલા ભણસાલી પણ કોરોના પૉઝિટિવ આવ્યા હતા. એ સમય દરમ્યાન આ​લિયા નેગેટિવ આવી હતી, પરંતુ એમ છતાં તેણે પોતાને હોમ ક્વૉરન્ટીન કરી હતી. પૉઝિટિવ હોવાના સમાચાર આપતાં આલિયાએ ઇન્સ્ટાસ્ટોરીમાં કહ્યું હતું કે ‘હું દરેકને જણાવવા માગું છું કે કોવિડ-19 માટે હું પૉઝિટિવ આવી છું. મેં તરત જ મારી જાતને આઇસોલેટ કરી દીધી છે અને હું હોમ-ક્વૉરન્ટીન છું. મારા ડૉક્ટર્સની સલાહ અનુસાર હું દરેક સેફ્ટી પ્રોટોકૉલ ફૉલો કરી રહી છું. તમારા પ્રેમ અને સપોર્ટ માટે હું આભારી છું. સેફ રહો અને કાળજી રાખો.’

bollywood news bollywood gossips bollywood alia bhatt ranbir kapoor