અનુષ્કા શર્માની પ્રેગનેન્સીના સમાચારથી તૈમૂર અલી ખાન થઈ ગયો ટ્રોલ

27 August, 2020 04:19 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

અનુષ્કા શર્માની પ્રેગનેન્સીના સમાચારથી તૈમૂર અલી ખાન થઈ ગયો ટ્રોલ

અનુષ્કા શર્મા અને વિરાટ કોગલી (ડાબે), તૈમૂર અલી ખાન (તસવીર સૌજન્ય: સોશ્યલ મીડિયા)

બૉલીવુડ અભીનેત્રી અનુષ્કા શર્મા (Anushka Sharma)એ આજે પ્રેગનેન્સીની જાહેરાત કરી છે. પતિ વિરાટ કોહલી (Virat Kohli) સાથેની તસવીર શૅર કરીને ફૅન્સને તેમના જીવનમાં આગમન થનારા નવા મહેમાનની ખુશખબરી આપી છે. પ્રેગનેન્સીના સમાચાર પછી એક બાજુ સોશ્યલ મીડિયા પર શુભેચ્છાઓનો વરસાદ વરસી રહ્યો છે તો બીજી બાજુ તૈમૂર અલી ખાન (Taimur Ali Khan) સોશ્યલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યો છે. #Taimur હેઠળ લોકો જાતજાતના મિમ્સ બનાવી રહ્યાં છે.

અનુષ્કા શર્માની પ્રેગનેન્સીના સમાચાર બાદથી જ સોશ્યલ મીડિયા પર #Taimur સાથે લોકો ફની મિમ્સ પોસ્ટ કરી રહ્યાં છે. ટ્રોર્લસ કહી રહ્યાં છે કે, તૈમૂરની પોપ્યુલારિટી સંકટમાં છે.

આવો નજર કરીએ સોશ્યલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહેલા મિમ્સ ઉપર:

અનુષ્કા શર્માની પ્રેગનેન્સીના સમાચાર બાદથી તૈમૂર અલી ખાનને ટ્રોલ કરવાનું મુખ્ય કારણ છે તેની પૉપ્યુલારિટી. કારણકે તૈમૂર શરૂઆરતથી જ મીડિયા ફ્રેન્ડલી બાળક રહ્યો છે. તેની કયૂટનેસ અને પોપ્યુલારિટી સાતમા આસમાને છે. મીડિયા તેને બહુ જ પ્રેમ કરે છે. એટલું જ નહીં, તૈમૂર પણ પાપારાઝી ન દેખાય તો સવાલો કરે છે. જોકે, તૈમૂરની વધતી પોપ્યુલારિટીથી સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાન બહુ ચિંતિત છે. નાનકડી ઉંમરમાં તૈમૂર અલી ખાનને સુપરસ્ટાર જેવી ટ્રીટમેન્ટ મળતી હોવાતી તે અનેકવાર સોશ્યલ મીડિયા ટ્રોર્લસનો ભોગ બને છે.

entertainment news bollywood bollywood news bollywood gossips anushka sharma virat kohli virat anushka taimur ali khan twitter