૯ વર્ષ બાદ ફિલ્મ ડિરેક્ટ કરી રાજકુમાર સંતોષીએ

16 December, 2022 04:46 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફિલ્મ મહાત્મા ગાંધી અને ગોડસે જેવાં વિરોધાભાસ વ્યક્તિત્વ ધરાવતા બે પુરુષોની સ્ટોરી છે

રાજકુમાર સંતોષી

રાજકુમાર સંતોષીએ ૯ વર્ષ બાદ હવે ફરીથી ફિલ્મ ડિરેક્ટ કરી છે. તેમણે અગાઉ ‘અંદાઝ અપના અપના’, ‘ઘાયલ’, ‘ખાકી’, ‘ચાઇના ગેટ’, ‘અજબ પ્રેમ કી ગજબ કહાની’ અને ‘ધ લેજન્ડ ઑફ ભગત સિંહ’ બનાવી હતી. તેમણે છેલ્લે શાહિદ કપૂરની ‘ફટા પોસ્ટર નિકલા હીરો’ ડિરેક્ટ કરી હતી. હવે તેમણે ‘ગાંધી ગોડસે એક યુદ્ધ’ને ડિરેક્ટ કરી છે. આ ફિલ્મ મહાત્મા ગાંધી અને ગોડસે જેવાં વિરોધાભાસ વ્યક્તિત્વ ધરાવતા બે પુરુષોની સ્ટોરી છે. ફિલ્મનું મ્યુઝિક એ. આર. રહમાન આપશે. આવતા વર્ષે આ ફિલ્મ ૨૬ જાન્યુઆરીએ રિલીઝ થવાની છે.

entertainment news bollywood news bollywood gossips bollywood rajkumar santoshi mahatma gandhi