ઓમમાં જોવા મળશે આદિત્ય રૉય કપૂર

19 September, 2020 01:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઓમમાં જોવા મળશે આદિત્ય રૉય કપૂર

આદિત્ય રૉય કપૂર

આદિત્ય રૉય કપૂર એક્શનથી ભરપૂર ઝી સ્ટુડિયોઝની ‘ઓમ’માં જોવા મળવાનો છે. આ ફિલ્મ દ્વારા ડિરેક્ટર ટીનુ વર્માનો દીકરો કપિલ ડિરેક્શનમાં હાથ અજમાવશે. ફિલ્મનો પ્રોડ્યુસર અહમદ ખાન છે. આ ફિલ્મ હૉલીવુડ ફિલ્મ્સ જેવી બનાવવામાં આવશે. એથી ઍક્ટર્સે તેમના ફિઝિક પર સખત મહેનત કરવાની રહેશે. જોકે હજી અનેક કલાકારોની પસંદગી કરવાની બાકી છે. આ વર્ષના અંતે ફિલ્મનું શૂટિંગ શરૂ થવાની શક્યતા છે. ફિલ્મનું શૂટિંગ ઇન્ડિયાની સાથે વિદેશમાં કરવામાં આવશે. મેકર્સે ઇન્ટરનૅશનલ લોકેશનની રેકી શરૂ કરી દીધી છે. થોડા સમય પહેલાં જ ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ પૂરું થઈ ગયું છે.

entertainment news bollywood bollywood news upcoming movie aditya roy kapur