ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ડેઇલી વેજર્સને મદદ કરશે આદિત્ય ચોપડા

08 May, 2021 11:57 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ખાસ કરીને આપણા ડેઇલી વર્કર્સ. યશરાજ ફિલ્મ્સની ઇચ્છા જેમ બને એમ વધુમાં વધુ વર્કર્સ અને તેમના પરિવાર સુધી મદદ પહોંચાડવાની છે જેમની આજીવિકા છીનવાઈ ગઈ છે.

આદિત્ય ચોપડા

આદિત્ય ચોપડાએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ડેઇલી વેજ અર્નર્સની મદદ કરવાનો નિર્ણય લીધો છે. એથી તેણે ‘યશ ચોપડા સાથી’ પહેલની શરૂઆત કરી છે. એના માધ્યમથી જેના પર પણ કોરોનાનો માર પડ્યો છે તેમને દરેક સંભવ મદદ કરવામાં આવશે. ધ ફેડરેશન ઑફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લૉઈઝમાં લગભગ અઢી લાખ કારીગરોનાં નામ રજિસ્ટર્ડ છે. આ પહેલ હેઠળ આદિત્ય ચોપડા મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોને પાંચ હજાર રૂપિયાની સાથે મહિનાભરનું રૅશન આપશે. એના માટે તેમને યુથ ફીડ ઇન્ડિયા સપોર્ટ કરશે. આ પહેલ વિશે વધુ માહિતી યશરાજ ફિલ્મ્સના વાઇસ પ્રેસિડન્ટ અક્ષય વિધાનીએ કહ્યું હતું કે ‘અમારું ફાઉન્ડેશન હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને અને એની સાથે જોડાયેલા વર્કર્સને સપોર્ટ કરવા માટે કટિબદ્ધ છે. તેઓ અમારી ૫૦ વર્ષની સફરમાં અમારી સાથે રહ્યા છે. આ મહામારીએ અમારી ઇન્ડસ્ટ્રીની કરોડરજ્જુને તોડી નાખી છે. ખાસ કરીને આપણા ડેઇલી વર્કર્સ. યશરાજ ફિલ્મ્સની ઇચ્છા જેમ બને એમ વધુમાં વધુ વર્કર્સ અને તેમના પરિવાર સુધી મદદ પહોંચાડવાની છે જેમની આજીવિકા છીનવાઈ ગઈ છે. ‘યશ ચોપડા સાથી’ પહેલ અમારી ઇન્ડસ્ટ્રીના એ કારીગરો જે મહામારીનો ભોગ બનેલા છે તેમને મદદ કરવા માટે પ્રયાસરત છે.’

bollywood bollywood gossips entertainment news aditya chopra