અદિતિ કેમ ગૂગલ પર પોતાનું નામ સર્ચ નથી કરતી ?

17 May, 2019 08:40 AM IST  |  મુંબઈ

અદિતિ કેમ ગૂગલ પર પોતાનું નામ સર્ચ નથી કરતી ?

અદિતિ રાવ હૈદરી

અદિતિ રાવ હૈદરીએ તાજતેરમાં જ એક ચૅટ-શોમાં જણાવ્યું હતું કે તે કદી પણ ગૂગલ પર પોતાનું નામ સર્ચ નથી કરતી. એનું કારણ એ છે કે તેના નામને સર્ચ કરતાં તેની અશોભનીય ઇમેજ દેખાતી હતી. એથી અદિતિએ હવે પોતાના નામને શોધવાનું બંધ કર્યું છે. અદિતિએ ૨૦૦૯માં આવેલી ‘યે સાલી ‌ઝ‌િંદગી’થી બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. આ વિશે વધુ જણાવતાં અદિતિએ કહ્યું હતું કે ‘એક વખત હું મારી જાતને ગૂગલ પર સર્ચ કરી રહી હતી. મેં જોયું કે મારી પહેલી ફિલ્મમાંથી એક ઇમેજ લેવામાં આવી હતી. ઉઘાડી પીઠવાળી એ ઇમેજ ખરેખર ખૂબ જ અશોભનીય હતી. ત્યાર બાદ મેં નક્કી કર્યું કે હું કદી પણ મારી જાતને ગૂગલ પર સર્ચ નહીં કરું.’

આ પણ વાંચોઃ સેન્સર બોર્ડની સલાહ બાદ દે દે પ્યાર દેમાં બદલાયો સીન

પોતાના ઘરે પાર્ટી રાખશે તો કોને ઇન્વાઇટ કરશે એ વિશે અદિતિએ કહ્યું હતું કે ‘હું શાહરુખ ખાન અને કરણ જોહરને ઇન્વાઇટ કરીશ.’

aditi rao hydari bollywood