જાતિગત ટિપ્પણી મામલે અભિનેત્રી યુવિકાની ધરપકડ, 3 કલાકની પૂછપરછ બાદ જામીન પર મુક્ત

19 October, 2021 12:55 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

સોશિયલ મીડિયા પર યુવિકાનો વીડિયો વાયરલ થતાં જ સંબંધિત વર્ગોએ તેના વિરુદ્ધ રોષ વ્યક્ત કરી તેનો વિરોધ કર્યો હતો.

યુવિકા ચૌધરી

અભિનેત્રી યુવિકા ચૌધરી અને પ્રિન્સ નરુલાની પત્નીની હરિયાણા પોલીસે ધરપકડ કરી હતી. જાતિગત અપમાનજનક ટિપ્પણી કરવા મામલે યુવિકાની ધરપકડ કરવામાં આવી હતી. ગત દિવસોમાં અભિનેત્રીનો એક વીડિયો ખુબ વાયરલ થયો હતો. આ વીડિયોને કારણે સોશિયલ મીડિયામાં તે ખુબ ટ્રોલ થઈ હતી. આ વીડિયોમાં યુવિકાએ જાતિવાદ ઉભો થાય તેવા શબ્દોનો ઉપયોગ કર્યો છે. જેના કારણે તેની પર પોલીસ કાર્યવાહી કરવામાં આવી હતી. જો કે, હાલ તેને જામીન પર છોડવામાં આવી છે. 

મળતી જાણકારી મુજબ પોલીસે અભિનેત્રીની 3 કલાકની પૂછપરછ કરી હતી. જો કે, ત્યાર બાદ અભિનેત્રીને જામીન પર મુક્ત કરવામાં આવી છે. અભિનેત્રી પર આક્ષેપ છે કે તેમણે અનુસુચિત જાતિ માટે અપમાનજનક ટિપ્પણી કરી હતી. જેના બાદ ખુબ હંગામો થયો હતો. આ મામલે તેના વિરુદ્ધ એસસી-એસટી એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. અભિનેત્રી વિરુદ્ધ દલિત અધિકારી કાર્યકર્તા રજત કલસને કેસ નોંધાવ્યો હતો. 

સોશિયલ મીડિયા પર યુવિકાનો વીડિયો વાયરલ થતાં જ સંબંધિત વર્ગોએ તેના વિરુદ્ધ રોષ વ્યક્ત કરી તેનો વિરોધ કર્યો હતો. આ સાથે જ સોશિયલ મીડિયા પર અરેસ્ટ યુવિકા ચૌધરી ટ્રેન્ડ થઈ રહ્યું હતું. ત્યાર બાદ ફરિયાદીઓએ આ વીડિયો પોલીસને સોંપી તેના આધાર પર અભિનેત્રી વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી હતી. જો કે, બાદમાં મામલો ગંભરી બનતા અભિનેત્રીએ ટ્વિટ કરી માફી માગી હતી

જો કે, આ મામલે હાલ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે અભિનેત્રીને જામીન પર મુક્ત કરી છે. યુવિકા મુંબઈથી હાંસી પહોંચી હતી. આ દરમિયાન તેનો પતિ પ્રિન્સ નરુલા પણ તેની સાથે જોવા મળ્યો હતો. આ મામલે આગામી સુનાવણી 24 નવેમ્બરે હાઈકોર્ટમાં સુનાવણી કરવામાં આવશે. 

 

 

 

 

 

 

 


 

bollywood news entertainment news yuvika chaudhary prince narula