શૂટિંગમાં સ્ટન્ટ કરતી વખતે મને ઈજા થતાં કોઈ મારા બચાવમાં ન આવ્યું : રિચા ચઢ્ઢા

09 October, 2023 04:10 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એ ફિલ્મને લઈને તેને ઘણો પસ્તાવો થયો હતો. એ વિશે રિચાએ કહ્યું કે ‘મને સ્ટન્ટ કરતી વખતે ઇન્જરી થઈ હતી.

રિચા ચઢ્ઢા

રિચા ચઢ્ઢાને તેની કરીઅરની શરૂઆતમાં ફિલ્મના શૂટિંગ દરમ્યાન સ્ટન્ટ કરતી વખતે ઘૂંટણમાં ઈજા થઈ હતી અને કોઈ તેના બચાવમાં નહોતું આવ્યું. એ ફિલ્મને લઈને તેને ઘણો પસ્તાવો થયો હતો. એ વિશે રિચાએ કહ્યું કે ‘મને સ્ટન્ટ કરતી વખતે ઇન્જરી થઈ હતી. હું બકવાસ ફિલ્મ કરી રહી હતી એનો મને તરત પસ્તાવો પણ થયો હોત. મારા ઘૂંટણમાં ઈજા થઈ હતા. મેં મારી આસપાસ જોયું તો કોઈ એક વ્યક્તિની આંખમાં પણ સહાનુભૂતિ નહોતી. તેઓ એમ કહેવા લાગ્યા કે ‘ઓહ, અબ એક શેડ્યુલ લટક જાએગા. હમારી પેમેન્ટ નહીં આએગી. એ સ્ટન્ટમાં મારે જમ્પ મારવાનો હતો અને તેમણે જે મૅટ રાખી હતી એના પર ખાડો હતો. એથી મને ઈજા થઈ હતી. મને ખૂબ ગુસ્સો આવ્યો હતો.’

richa chadha bollywood news bollywood gossips bollywood entertainment news