સસરા વીરૂ દેવગણના નિધન બાદ હવે બગડી કાજોલની માતા તનુજાની તબિયત

29 May, 2019 12:30 PM IST  |  મુંબઈ

સસરા વીરૂ દેવગણના નિધન બાદ હવે બગડી કાજોલની માતા તનુજાની તબિયત

કાજોલની માતાની તબિયત નાદુરસ્ત

અજય દેવગણ(ajay devgan)ના પિતા એટલે કે કાજોલ(kajol)ના સસરા વીરૂ દેવગણના નિધનથી દેવગણ પરિવાર હજુ બહાર નથી આવ્યો કે તેમની સામે વધુ એક પરેશાની આવી ગઈ છે. વીરૂ દેવગણના નિધન બાદ હવે કાજોલની માતા તનૂજા મુખર્જીની તબિયત બગડી છે. મંગળવારે કાજોલને મુંબઈના લીલાવતી હૉસ્પિટલની બહાર જોવા મળી હતી.

લીલાવતી હૉસ્પિટલની બહારથી કાજોલની કેટલીક તસવીરો સામે આવી હતી. જેનાથી એ અંદાજ લગાવી શકાય છે કે તેઓ તેમના માતાને મળવા ત્યાં પહોંચી હતી. જો કે તનુજાને શું સમસ્યા છે તેની જાણકારી હજી નથી મળી. 27 મેના દિવસે અજય દેવગણના પિતા વીરૂ દેવગણનું કાર્ડિયાર અરેસ્ટના કારણે મુંબઈમાં નિધન થઈ ગયું હતું. જે બાદ આખી ઈન્ડસ્ટ્રી શોકમાં છે.

વીરૂ દેવગણ બોલીવુડના જાણીતા સ્ટંટ ડાયરેક્ટર હતા. તેમણે અનેક સુપરહિટ ફિલ્મોમાં સ્ટંટ કોરિયોગ્રાફ કર્યા હતા. તેમને અનેક પુરસ્કારોથી પણ સન્માનિત કરવામાં આવી ચુક્યા હતા. સોમવારે જેવા તેમના નિધનના સમાચાર આવ્યા કે બોલીવુડના સિતારાઓ તેમને આખરી અંજલિ આપવા માટે પહોંચ્યા હતા.

આ પણ વાંચોઃ વીરુ દેવગણના મૃત્યુ બાદ શ્રદ્ધાંજલિ આપવા બોલીવુડ સિતારા પહોંચ્યા અજય દેવગણના ઘરે

વીરુ દેવગણ પોતે બોલીવૂડમાં નામ કમાવવા માટે 1957માં 14 વર્ષની ઉમરે જ અમૃતસરથી મુંબઈ ભાગી આવ્યા હતા. ટિકિટ વગર મુસાફરી કરવા બદલ તેમણે જેલની હવા પણ ખાધી છે. વીરુ દેવગણે મુંબઈમાં ટેક્સી ધોવાનું, કાર્પેન્ટરનું કામ પણ કર્યું છે. વીરુ દેવગણ ઈનકાર, મિ. નટવરલાલ, ક્રાંતિ, હિમ્મતવાલા, શહેનશાહ, ત્રિદેવ, બાપ નમ્બરી બેટા દસ નમ્બરી, ફૂલ ઓર કાંટે જેવી ફિલ્મો ડિરેક્ટ કરી ચૂક્યા છે.

વીરુ દેવગણે અજય દેવગણને હીરો બનાવવા માટે ઘણી મહેનત કરી હતી. તેમણે નાની ઉમરમાં જ ફિલ્મ મેકિંગ અને એક્શન સ્ટંટ શિખવાડ્યા હતા. ફિલ્મને લઈને બધા જ કામઅજય દેવગણ સાથે કરાવતા હતા. અજય જ્યારે કોલેજ ગયા ત્યારે ખાસ તેમની માટે ડાન્સ ક્લાસ કરાવ્યા હતા અને ઘરમાં જ જિમની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સાથે વીરુ દેવગણે અજયને તેમની એકશન ટીમનો ભાગ પણ બનાવતા હતા. અજય દેવગણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેમના પિતાના કારણે છે તેમ કહી શકાય

kajol ajay devgn