બોલીવુડની આ અભિનેત્રીને છે ઉંઘમાં ચાલવાની ટેવ, અનેક વાર થઈ છે ઘાયલ!

14 September, 2019 05:39 PM IST  |  મુંબઈ

બોલીવુડની આ અભિનેત્રીને છે ઉંઘમાં ચાલવાની ટેવ, અનેક વાર થઈ છે ઘાયલ!

બોલીવુડની આ અભિનેત્રીને છે ઉંઘમાં ચાલવાની ટેવ

પોતાના એક ટ્વીટને લઈને ઇલિયાના ડિક્રૂઝ ચર્ચામાં આવી છે. જેમાં તેણે કહ્યું છે કે તેને ઉંઘમાં ચાલવાની ટેવ છે. જેના કારણે તેના પગમાં ઈજા થાય છે.

ઈલિયાનાએ શનિવારે પોસ્ટ કરીને કહ્યું કે, હવે એ વાતને હું પુરી રીતે માની ચુકી છુ કે હું ઉંઘમાં ચાલું છું...કદાચ એવું જ છે. કારણ કે હું જ્યારે સવારે ઉઠું ત્યાર મારા પગમાં સોજા અથવા તો ઘા જોવા મળે છે. તો તેને સમજાવવાની કોઈ બીજી રીત મારી પાસે નથી. ઈલિયાના આ કારણે ખૂબ જ પરેશાન પણ છે.


ઈલિયાનાની આ પોસ્ટ બાદ તેના ચાહકો ખૂબ જ પરેશાન છે. લોકોએ તેને તેના રૂમમાં એક વીડિયો કેમેરો લગાવવાની સલાહ આપી. તો, કેટલાક લોકોએ તેને ડરામણું પણ ગણાવ્યું.

એક યૂઝરે કમેન્ટ કરતા લખ્યું કે, "જ્યારે તમે ઉઠો છો ત્યારે તમે તમારી પથારીમાં હોવ છો કે કોઈ બીજી જગ્યાએ. જો તમે અન્ય કોઈ જગ્યાઓ હોવ તો તે સ્લીપ વૉકિંગ છે. નહીં તો તમે ભૂતોનો શિકાર હોઈ શકો છો."


વર્ક ફ્રંટની વાત કરીએ તો ઈલિયાના છેલ્લે વાર તેલુગૂ ફિલ્મ અમર અકબર એન્થનીમાં નજર આવી હતી. જેમાં તેની સાથે રવિ તેજાએ કામ કર્યું હતું. ફિલ્મને લઈને ઘણી ચર્ચાઓ થઈ હતી.

આ પણ જુઓઃ હંમેશા પતિ વિરાટની પડખે ઉભી રહે છે અનુષ્કા..આ તસવીરો છે પુરાવો

હાલમાં ઈલિયાના પોતાની નવી ફિલ્મ પાગલપંતીની તૈયારી કરી રહી છે. ફિલ્મનું નિર્દેશન અનીસ બઝ્મી કરી રહ્યા છે. આ ફિલ્મમાં જૉન અબ્રાહ્મ, અનિલ કપૂર, અરશદ વારસી અને પુલકિત સમ્રાટ જેવા સિતારાઓ નજર આવશે. ફિલ્મ 8 નવેમ્બરે રિલીઝ થશે.

ileana d cruz