સાઇડ રોલ કરનારા ઍક્ટર્સને મહત્ત્વ નથી આપવામાં આવતું : શહનાઝ ગિલ

24 April, 2023 03:58 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘બિગ બૉસ 13’માં આવ્યા બાદ તે ખૂબ ફેમસ થઈ છે

શહનાઝ ગિલ

શહનાઝ ગિલનું કહેવું છે કે સાઇડ રોલ કરનારા ઍક્ટર્સને પૂરતાં મહત્ત્વ અને સન્માન નથી આપવામાં આવતાં અને એ વસ્તુ તે બદલવા માગે છે. ‘બિગ બૉસ 13’માં આવ્યા બાદ તે ખૂબ ફેમસ થઈ છે. સલમાન ખાન સાથેની તેની ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ હાલમાં જ રિલીઝ થઈ છે. દરેકને સમાન સન્માન મળવાની વાત કરતાં શહનાઝે કહ્યું કે ‘દરેકને એક સમાન માન મળવું જોઈએ. મને કેટલાંક પ્રોડક્શન હાઉસનો અનુભવ છે કે જ્યાં સેકન્ડ લીડ્સ અને થર્ડ લીડ્સને કેટલાક લોકો મહત્ત્વ નથી આપતા. મારું માનવું છે કે દરેક સાથે એકસરખું વર્તન કરવું જોઈએ. હું જ્યારે મોટી હિરોઇન બનીશ તો હું સેકન્ડ લીડને ખૂબ સન્માન આપીશ, કારણ કે હું પણ એ સ્થાનેથી જ આવું છું.’

entertainment news bollywood news bollywood gossips bollywood shehnaaz gill