'આર્યા'ના કલાકારો લૉકડાઉનને કારણે ઘરેથી કરી રહ્યા છે ડબિંગ

11 June, 2020 05:40 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

'આર્યા'ના કલાકારો લૉકડાઉનને કારણે ઘરેથી કરી રહ્યા છે ડબિંગ

‘આર્યા’ના કલાકારો સુસ્મિતા સેન, ચન્દ્રચૂડ સિંહ અને સિકંદર ખેર ઘરેથી ડબિંગ કરી રહ્યા છે. તેમના માટે આ એક ખૂબ જ મોટી ચૅલેન્જ છે. લૉકડાઉન પહેલાં જ એનું શૂટિંગ પૂરું થયું હતું. હવે એનું પોસ્ટ-પ્રોડક્શનનું અને ડબિંગનું કામ બાકી છે. ઘરમાં ડબિંગ કરવાનો અનુભવ કેવો છે એ વિશે સુસ્મિતાએ કહ્યું હતું કે ‘આવું પહેલી વાર બન્યું છે જ્યારે અમે બધા આ રીતે કામ કરી રહ્યા છીએ. અમારે આ અનોખી રીતે ઘરેથી ડબિંગ કરીને અમારું કામ પૂરું કરવાનું હતું. મારા કબાટ પાસે મને એ જગ્યા મળી ગઈ જ્યાં હું હંમેશાં મારાં કપડાં સામે ઊભી રહું છું. ત્યાં ઉપરની બાજુએ હું મારું લૅપટૉપ ગોઠવીને ડબિંગ કરતી હતી. સાથે જ સાઉન્ડપ્રૂફનું પણ ખાસ ધ્યાન રાખવાનું હતું.’

બીજી તરફ પોતાનો અનુભવ શૅર કરતાં ચન્દ્રચૂડ સિંહે કહ્યું હતું કે ‘હું મારા કબાટ પાસે જ ઊભો રહેતો હતો અને પરસેવે રેબઝેબ થઈ જતો હતો. સાથે જ પંખીઓ અને મારા ઘરનો અવાજ ન આવે એ રીતે ડબિંગ કરતો હતો. એ થોડું અનકમ્ફર્ટેબલ હતું, પરંતુ અમારું કામ થઈ ગયું હતું.’

entertainment news coronavirus covid19 lockdown bollywood bollywood gossips bollywood news sushmita sen