શું કેટરિના અને વિકી કૌશલ વચ્ચે છે અફેર! જાણો વિકીએ શું કહ્યું

21 September, 2019 02:48 PM IST  |  મુંબઈ

શું કેટરિના અને વિકી કૌશલ વચ્ચે છે અફેર! જાણો વિકીએ શું કહ્યું

વિકી કૌશલ અને કેટરિના કૈફ

વિકી કૌશલે પહેલી વાર અભિનેત્રી કેટરિના કેટરિના કૈફ સાથે લિન્કઅપની ચર્ચા પર મૌન તોડ્યું છે. હકીકતમાં, એક અવૉર્ડ શૉમાં વિકી કૌશલે કેટરિના કૈફ સાથે ડેટ પર જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. અભિનેતાએ આ વાત કેટરિના સામે જ કહીં હતી. એટલે કેટરિના કૈફ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. એના બાદથી બન્ને લઈને કેટલાક સમાચાર ફેલાઈ ગયા છે. આ ચેટ શૉ દરમિયાન નેહા ધૂપિયાએ પણ વિકી અને કેટરિનાની ડેટિંગને લઈને સવાલ પૂછ્યા હતા. એવામાં હવે વિકી કૌશલ અને એના માતા-પિતાનું રિએક્શન સામે આવ્યું છે.

વિકી કૌશલે ઈન્ડિયા ટુડે કૉન્ક્લેવ 2019માં પોતાના ખાનગી જીવન વિશે વાત કરી હતી. તે દરમિયાન બન્નેએ દિલ ખોલીને જણાવ્યું કે એમની મમ્મીએ કેટરિના કૈફ સાથે એમના અફેરના સમાચાર વાચ્યાં તો એમનું રિએક્શન કેવું હતું. વિકી કૌશલે કહ્યું કે આ બધી વાતો અફવા છે. અમે બન્ને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરીએ છીએ અને એક-બીજાને જાણીએ છીએ.

હું પોતે હેરાન રહી ગયો

વિકીએ આગળ કહ્યું, સવારે મેં સમાચાર વાચ્યા તો હું પોતે હેરાન થઈ ગયો. મારા માતા-પિતા ત્યાં બેસીને હસી રહ્યા હતા. તેઓ બોલ્યા તું જે ઝડપથી આગળ વધી રહ્યો છે અમને જણાવી દે. રોજ તારા વિશે કઈને કઈ સામે આવી રહ્યું છે. મેં સામે જવાબ આપ્યો આ બધી અફવા છે.

આ પણ જુઓ : Happy Birthday Kareena: પ્રેમાળ માતા અને પર્ફેક્ટ પત્ની છે બેબો, જુઓ તસવીરો

વિકીની ગણતરી હવે બૉલીવુડના હિટ સ્ટાર્સમાં થઈ રહી છે. એમણે છેલ્લા વર્ષે સંજૂ અને રાઝી જેવી હિટ ફિલ્મોમાં કામ કર્યું હતું. આ વર્ષની શરૂઆતમાં ફિલ્મ ઉરી-ધી સર્જિકલ સ્ટ્રાઈકથી રાતોરાત સ્ટાર બની ગયા.

katrina kaif vicky kaushal bollywood news