ફિલ્મ ‘સીમરન’ના ઍક્ટર સોહમ શાહે કહ્યું: 'થૅન્ક્યુ કંગના'

16 April, 2020 06:27 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફિલ્મ ‘સીમરન’ના ઍક્ટર સોહમ શાહે કહ્યું: 'થૅન્ક્યુ કંગના'

સોહમ શાહ

શાહરુખ ખાનના પ્રોડક્શન હાઉસમાં બનેલી ‘ધી બાર્ડ ઑફ બ્લડ’થી વેબ-સિરીઝથી ડિજિટલ પ્લૅટફૉર્મ પર એન્ટર થનારો ઍક્ટર-ડિરેક્ટર અને પ્રોડ્યુસર સોહમ શાહ અત્યારે મનોમન કંગના રનોટનો આભાર માની રહ્યો છે. એનું કારણ એ કે કંગના રનોટ પાસેથી સોહમ મેડિટેશન શીખ્યો હતો જે અત્યારે લૉકડાઉનના પીરિયડમાં તેને શાંત રાખવાનું કામ કરી રહ્યો છે.

બન્યું એમાં એવું કે રીમા કાગતીની લીડ હીરો તરીકેની એક વેબ-સિરીઝ ‘બિગ બુલ’ ફિલ્મ, એક ફિલ્મનું પ્રોડક્શન અને એક ફિલ્મનું રાઇટિંગ કરી રહેલા સોહમને એકાએક લોકડાઉનમાં આવી જતાં સ્વભાવિક રીતે મૂંઝવણમાં હતો, મનમાં ઉદ્વેગ આવી ગયો હતો, પણ એવા સમયે સોહમને કંગના પાસેથી શીખેલું મેડિટેશન મદદે આવ્યું. ફિલ્મ ‘સીમરન’ના શૂટિંગમાં કંગનાએ સોહમને મેડિટેશન શીખવ્યું હતું. સોહમે લૉકડાઉનમાં મેડિટેશન પર ફોકસ કર્યું અને પરિણામ હકારાત્મક આવ્યું. સોહમ કહે છે, ‘અડધી કલાકના મેડિટેશનથી મારી અંદરની જે એન્ઝાઇટી હતી એ ઓછી થઈ છે તો સાથોસાથ મારા મનમાં ક્લેરિટી પણ પુષ્કળ આવી છે. મેડિટેશન લૉકડાઉનના સમયમાં જબરદસ્ત બેનિફિટ આપે એમ છે.’

entertainment news bollywood bollywood news bollywood gossips kangana ranaut