ગરીબોને ભોજન વિતરણ કરવાનું અભિનેતા સચિન જોશીને પડયું ભારે

07 May, 2020 06:24 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ગરીબોને ભોજન વિતરણ કરવાનું અભિનેતા સચિન જોશીને પડયું ભારે

સચિન જોશી

લૉકડાઉન દરમ્યાન ગરીબોને ભોજનનું વિતરણ કરીને તેનો પ્રચાર કરવાનું અભિનાત સચીન જોશીને બહુ ભારે પડયું છે. કોરોના વાયરસ (COVID-19)ને કારણે લાગૂ કરવામં આવેલા દેશવ્યાપી લૉકડાઉનમાં જે કર્મચારીઓને ખાવાનું નથી મળતું તેમને ભોજનનું વિતરણ કરવા અભિનેતા સચિન જોશી જેવો બહાર આવ્યો કે તરત જ વિવાદોમાં ઘેરાય ગયા હતો.

સચિનની કંપની 'વાઈકીંગ વેન્ચર્સ'માં કામ કરતા કર્મચરીઓએ સચિનનો ભાંડો ફોડયો છે. કર્મચારીઓએ આરોપ લગાવ્યો છે કે, સચિનની કંપની છોડીને કર્મચારીઓને અનેક મહિના થઈ ગયા હોવા છતા હજી સુધી તેમને વેતન મળ્યું નથી. ત્યારે કોઈ વ્યક્તિ દાન કઈ રીતે કરી શકે છે? કંપનીમાં કામ કરતા તમામ લોકોને નોકરી છોડયા બાદ પુર્ણ વેતન આપવામાં નથી આવ્યું. કંપનીએ અધિકારીઓ અને કર્મચારીઓના ફોન પણ ઉપાડવાનું બંધ કરી રીધું છે. આખી બાબતમાં આશ્ચર્યજનક બાબત એ છે કે, સચિન જોશીની કંપનીએ હવે આ કર્મચારીઓ પર છેતરપિંડીનો આરોપ લગાડીને તપાસ કરવાની માગણી કરી છે.

સચિન જોશી ગુટકા કિંગ જગદીશ જોશીના દીકરો છે. જેનું નામ સીબીઆઈ દ્વારા ચાર વર્ષ પહેલા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં પણ છે. સીબીઆઈની ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે, જગદીશ જોશી અને માણિકચંદ ગુટકા ચલાવતા રસિકલાલ ધારીવાલે પોતાના કેસ સોલ્વ કરવા માટે અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઈબ્રાહિમની મદદ લીધી હતી.

આ પહેલા સચિનનું નામ 2017માં લાઈમ લાઈટમાં આવ્યું હતું. વિજય માલ્યાના ગોવા સ્થિત કિંગફીશર સ્થિત વિલાને 73 કરોડ રૂપિયામાં ખરીદયા બાદ સચિનનું નામ બહુ ચર્ચામાં આવ્યું હતું.

entertainment news bollywood bollywood news bollywood gossips