રજનીકાન્તે સફાઈ-કર્મચારી પદ્‍માને તેની પ્રામાણિકતા બદલ આપી સોનાની ચેઇન

04 February, 2026 10:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હકીકતમાં પદ્‍મા સફાઈ-કર્મચારી છે

ફોટો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયા છે

સુપરસ્ટાર રજનીકાન્ત ગઈ કાલે પોતાના નિવાસસ્થાને સફાઈ-કર્મચારી પદ્‍માને મળ્યા. આ મુલાકાત દરમ્યાન રજનીકાન્તે પદ્‍માને તેની પ્રામાણિકતા બદલ સોનાની ચેઇન ભેટ આપી, જેના ફોટો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયા છે.

હકીકતમાં પદ્‍મા સફાઈ-કર્મચારી છે. એક દિવસ તેને કોઈનો ગુમ થયેલો થેલો મળ્યો જેમાં ૪૫ તોલા જેટલા સોનાના દાગીના હતા. પદ્‍માએ એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર પોતાના અધિકારીઓને જાણ કરી અને આ થેલો પોલીસ-સ્ટેશનમાં જમા કરાવ્યો. પોલીસ-તપાસ બાદ આ દાગીના એના માલિકને પરત સોંપવામાં આવ્યા. પદ્‍માની આ ઈમાનદારીની ચર્ચા રાજ્યભરમાં થઈ, ત્યાર બાદ તામિલનાડુના મુખ્ય પ્રધાન એમ. કે. સ્ટૅલિને પણ તેને સન્માનિત કરી હતી અને એક લાખ રૂપિયાનો ચેક આપ્યો હતો. હવે પદ્‍માનું તેની પ્રામાણિકતા બદલ રજનીકાન્તે પણ સન્માન કર્યું છે.

rajinikanth chennai entertainment news bollywood bollywood news