હસીન દિલરુબામાં તાપસી પન્નુ અને વિક્રાંતની સાથે દેખાશે હર્ષવર્ધન રાણે

18 February, 2020 07:55 AM IST  |  Mumbai

હસીન દિલરુબામાં તાપસી પન્નુ અને વિક્રાંતની સાથે દેખાશે હર્ષવર્ધન રાણે

હર્ષવર્ધન રાણે

તાપસી પન્નુ અને વિક્રાંત મૅસીની ‘હસીન દિલરુબા’માં હવે હર્ષવર્ધન રાણે પણ જોવા મળશે. ‘મનમર્ઝિયા’ની રાઇટર કનિકા ઢિલ્લોને જ ‘હસીન દિલરુબા’ મર્ડર મિસ્ટ્રીની સ્ટોરી લખી છે. આ ફિલ્મમાં તે એક ઍડ્વેન્ચર્સને પસંદ કરનાર છોકરાનું પાત્ર ભજવશે. આ વિશે હર્ષવર્ધને કહ્યું હતું કે ‘મને અત્યાર સુધી ઑફર થયેલી તમામ ફિલ્મોમાંથી આ એકદમ અદ્ભુત છે. તાપસી સાથે હું પહેલી વાર કામ કરી રહ્યો છું અને તે એક નૅચરલ ઍક્ટર છે.

આ પણ વાંચો : નવી મિસ્ટર ઇન્ડિયા રીમેક અથવા તો સીક્વલ નથી : અલી અબ્બાસ ઝફર

વિક્રાંતની આંખ એકદમ ઇનોસન્ટ છે. હું એક એડ્વેન્ચર પ્રેમીનું પાત્ર ભજવી રહ્યો છું. આ ફિલ્મમાં હું રાફટર(વૉટર રાફ્ટિંગ કરનાર)ની ભૂમિકા ભજવી રહ્યો છું. આ મારું ફૅવરિટ એડ્વેન્ચર સ્પોર્ટ્સ છે અને એ માટે હું ખાસ રિશિકેશ જાઉં છું.’

harshvardhan rane vikrant massey taapsee pannu bollywood news entertaintment