અભિષેકની ધ બિગ બુલમાં જોવા મળશે સોહમ શાહ

14 November, 2019 09:47 AM IST  |  Mumbai

અભિષેકની ધ બિગ બુલમાં જોવા મળશે સોહમ શાહ

અભિષેક બચ્ચન

ઍક્ટર-ફિલ્મમેકર સોહમ શાહ હવે અભિષેક બચ્ચન સાથે કામ કરતો જોવા મળશે. ‘તુમબ્બડ’નો પ્રોડ્યુસર અને ‘તલવાર’માં જોવા મળેલો સોહમ શાહ હવે ‘ધ બિગ બુલ’માં જોવા મળશે. આ ફિલ્મને અજય દેવગન પ્રોડ્યુસ કરી રહ્યો છે. ફિલ્મ વિશે જણાવતાં સોહમ શાહે કહ્યું હતું કે ‘આ ફિલ્મમાં કામ કરવા માટે હું ખૂબ જ ઉત્સાહિત છું. આ ફિલ્મની સ્ટોરી આપણને ખુરશી સાથે બાંધી રાખે એવી છે. આ સ્ક્રિપ્ટ હું જ્યારે વાંચી રહ્યો હતો ત્યારે એને જ્યાં સુધી એ પૂરી ન થયા ત્યાં સુધી હું એને સાઇડ પર મૂકવાનું મન સુદ્ધા નહોતું થતું મને. તેમ જ હું જે પાત્ર ભજવી રહ્યો છું એ પણ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે. આ પાત્ર વિશે બધી જ બાબતો સારી છે અને એથી જ મેં એ માટે હા પાડી દીધી હતી.’

આ પણ જુઓઃ Deepika Ranveer Anniversary: જુઓ તેમના લગ્નનો આખો આલ્બમ ફરી એક વાર....

આ એક ક્રાઇમ ડ્રામા છે અને એ માટે તેણે તૈયારીઓ કરવી પડશે. આ વિશે સોહમે કહ્યું હતું કે ‘મારા પાત્ર પાછળ ઘણું રિસર્ચ કરવામાં આવ્યું છે. મારા પાત્રની બૉડી લેન્ગવેજ, વિચારશક્તિ, લુક અને બધુ જ મેં અત્યાર સુધી જે કર્યું એનાથી એકદમ અલગ છે. આનાથી વધુ કહી શકું એમ નથી, પરંતુ આ પાત્રની તૈયારી દરમ્યાન હું ઍક્ટર તરીકે ઘણું શીખ્યો છું.’

abhishek bachchan entertaintment