મારા હૉસ્પિટલ પહોંચવાની 12 મિનિટ પહેલા જ મમ્મીનું થયું નિધન- અભિનેતા અમન વર્મા

27 April, 2021 04:58 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

અમન વર્માએ માને ગુમાવવાનું અને તેમને ન મળી શકવાનું દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે જણાવ્યું કે છેલ્લા સમયમાં તેમને પોતાની માનો સાથ નસીબ ન થયો. તે કહે છે કે, "મારા હૉસ્પિટલ પહોંચવાની 12 મિનિટ પહેલા જ મારી માતાનું નિધન થઈ ગયું. આ મને આજીવન યાદ રહેશે."

ફાઇલ ફોટો

કોરોનાએ અત્યાર સુધી અનેકોના જીવ લીધા છે. આ મહામારીએ અનેક લોકોના ઘર ઉજાડ્યા તો કેટલાયને એકલા કરી દીધા છે. સામાન્ય જનતાથી લઈને સેલેબ્સ સુધી કોરોનાથી કોઇ બાકાત નથી. કોઇક એક્ટરના સંબંધીઓ, તો કોઇક એક્ટર પોતે કોરોનાથી સંક્રમિત થઇને કાળમાં ખપી ગયા. તાજેતરમાં જ ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી ફેમ એક્ટર અમન વર્માએ પણ કોરોનાને કારણે પોતાની મમ્મીને ગુમાવી દીધી.

એક્ટરે પોતાની માને ગુમાવવાનું દુઃખ એક ભાવુક પોસ્ટ લખી સોશિયલ મીડિયા પર વ્યક્ત કર્યું હતું. અમને જણાવ્યું હતું કે પેન્ડેમિકના શરૂ થતા પહેલાથી તે મમ્મીને મળ્યા નહોતા અને કોવિડ-19 સંક્રમણ મમ્મીને ન થઈ જાય, એ ડરથી તે અંતર જાળવી રાખતા હતા. પણ તેમનું આ અંતર તેમને આટલું મોંઘું પડશે તેનો અંદાજ એક્ટરને નહોતો.

હિંદુસ્તાન ટાઇમ્સને આપેલા એક ઇન્ટરવ્યૂમાં અમન વર્માએ મમ્મીને ગુમાવવાનું દુઃખ અને તેમને ન મળી શકવાનું દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે જણાવ્યું કે મમ્મીના અંતિમ સમયમાં પણ હું પોતાની મમ્મીને ન મળી શક્યો. તે કહે છે કે, "મારા હૉસ્પિટલ પહોંચવાની 12 મિનિટ પહેલા મારી મમ્મીનું નિધન થયું. આ આજીવન મારા મનમાં રહેશે."

ઑક્સીજનની અછતને કારણે મમ્મીનો જીવ ગયો- અમન
અમન વર્માનાં મમ્મી 11 એપ્રિલના ઘરે લપસીને પડી ગયાં. બે દિવસ બાદ તેમને નોએડાના હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. અહીં તેમનો કોરોના રિપૉર્ટ પૉઝિટીવ આવ્યો. અમને જણાવ્યું કે કોરોના સિવાય તેમની મમ્મીને હાઇપરટેન્શન જેવા અન્ય હેલ્થ ઇશ્યૂઝ પણ હતા. એક્ટર કહે છે કે પાંચ દિવસ બાદ તેમની માના શરીરનું ઑક્સીજન લેવલ ખૂબ જ નીચું ગયું હતું જેના પછી તેમનું નિધન થઈ ગયું.

શ્મશાન ઘાટની સ્થિતિ જોઇ ડરી ગયો અમન
શ્મશાન ઘાટ પર હ્રદયદ્રાવક સ્થિતિને જોઇ અમન વર્માએ જણાવ્યું કે, "અંતિમ સંસ્કાર ડરાવી દેનારું હોય છે, પણ ઇલેક્ટ્રિક ક્રિમેટોરિયમ દરમિયાન એટલી ભીડ એકઠી થઈ ગઈ હતી કે નૉન-કોવિડ અને કોવિડ દર્દીઓનું એક સાથે જ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યું. તે ખૂબ જ ભયાવહ હતું."

સોશિયલ મીડિયા પર આપ્યા હતા મમ્મીના નિધનના સમાચાર
જણાવવાનું તે અમન વર્માએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શૅર કરી પોતાની માના નિધનના સમાચાર આપ્યા હતા. તેમણે લખ્યું કે, "જીવન એ પૂર્ણ ગોળાકાર રીપમાં આવે છે. ભારે હૈયે તમને જણાવું છું કે મારી મમ્મી કૈલાશ વર્મા હવે આ વિશ્વમાં નથી. પ્લીઝ તેમને તમારી પ્રાર્થનાઓમાં યાદ કરજો."

aman verma coronavirus covid19 entertainment news bollywood news bollywood