વિવાદાસ્પદ વિડિયો બદલ અભિનેતા એજાઝ ખાન ૧૪ દિવસની જુડિશ્યલ કસ્ટડીમાં

21 July, 2019 11:37 AM IST  |  મુંબઈ

વિવાદાસ્પદ વિડિયો બદલ અભિનેતા એજાઝ ખાન ૧૪ દિવસની જુડિશ્યલ કસ્ટડીમાં

એજાઝ ખાન ૧૪ દિવસની જુડિશ્યલ કસ્ટડીમાં

સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર કોમવાદી દ્વેષને ઉત્તેજન આપતા વિડિયો અપલોડ કરવા બદલ અદાલતે અભિનેતા એજાઝ ખાનને શનિવારે ૧૪ દિવસ માટે જુડિશ્યલ કસ્ટડીમાં મોકલ્યો હતો.મુંબઈ પોલીસની સાઇબર વિન્ગે ૧૭ જુલાઈએ ખાનની ધરપકડ કરીને તેની સામે કેસ દાખલ કર્યો હતો. અભિનેતાએ ૯ જુલાઈએ સોશ્યલ નેટવર્કિંગ વેબસાઇટ પર બે વિડિયો પોસ્ટ કર્યા હતા.

આ પણ જુઓઃ પહેલા એપિસોડમાં આવા દેખાતા હતા 'તારક મહેતા..'ના તમારા માનીતા કલાકારો

એક વિડિયો ઝારખંડના લિન્ચિંગના બનાવ સંદર્ભે હતો, જેમાં ખાને ચોક્કસ કોમના લોકોને એક થઈને બદલો લેવા જણાવ્યું હતું. બીજા વિડિયોમાં,અભિનેતા ઉશ્કેરણીજનક વિડિયો બનાવવા બદલ પાંચ યુવાનો વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરવા બદલ પોલીસતંત્રની મજાક ઉડાડતો જોવા મળ્યો હતો.અભિનેતાના વકીલે જણાવ્યું હતું કે અમે હવે મૅજિસ્ટ્રેટ સમક્ષ જામીન અરજી દાખલ કરીશું.

ajaz khan bollywood news