કાજલ અગ્રવાલના મતે ડિજિટલ ડેબ્યુ નૅચરલ પ્રોગ્રેસ છે

10 February, 2021 11:38 AM IST  |  Ahmedabad | Mumbai correspondent

કાજલ અગ્રવાલના મતે ડિજિટલ ડેબ્યુ નૅચરલ પ્રોગ્રેસ છે

કાજલ અગ્રવાલના મતે ડિજિટલ ડેબ્યુ નૅચરલ પ્રોગ્રેસ છે

અમદાવાદ ઃ ડિજિટલ વર્લ્ડમાં બિગ સ્ટાર એન્ટ્રી કરી ચૂક્યા છે અને હજી કરી રહ્યા છે. આ વર્ષે દક્ષિણ ભારત અને બૉલીવુડની જાણીતી ફિલ્મો કરી ચૂકેલી અભિનેત્રી કાજલ અગ્રવાલ વેબ-સિરીઝમાં ડેબ્યુ કરવાની છે.
કાજલ અગ્રવાલ ‘લાઇવ ટેલિકાસ્ટ’ નામની હૉરર વેબ-સિરીઝથી ઓટીટી વર્લ્ડમાં પદાર્પણ કરી રહી છે. છેલ્લે તામિલ ફિલ્મ ‘કોમાલી’માં દેખાયેલી કાજલ અગ્રવાલ પોતાના પહેલા ડિજિટલ ડેબ્યુ વિશે કહે છે, ‘કોઈ પણ કલાકાર માટે અન્ય પ્લૅટફૉર્મ પર સાહસ કરવું એ નૅચરલ પ્રોગ્રેશન છે અને આજકાલ ડિજિટલ વર્લ્ડમાં આવવું એ અત્યંત મહત્ત્વનું થઈ ચૂક્યું છે. ખાસ કરીને આજની પેઢી સાથે કનેક્ટ રહેવા માટે પણ ડિજિટલ દુનિયા જરૂરી છે કલાકારો માટે!’
૧૨ ફેબ્રુઆરીએ ઓટીટી પ્લૅટફૉર્મ ડિઝની પ્લસ હૉટસ્ટાર પર રિલીઝ થનારી ૭ એપિસોડમાં બનેલી ‘લાઇવ ટેલિકાસ્ટ’ હિન્દી, બંગાળી અને દક્ષિણ ભારતની તમામ લૅન્ગ્વેજમાં એકસાથે આવી રહી છે. તામિલ ઇન્ડસ્ટ્રીના ફિલ્મમેકર વેન્કટ પ્રભુએ ડિરેક્ટ કરી છે. ઍક્ચ્યુઅલી તેમની પોતાની જ અગાઉ લખેલી ફિલ્મની સ્ક્રિપ્ટને તેમણે વેબ-સિરીઝનું રૂપ આપ્યું છે. કાજલ કહે છે, ‘મને આ હૉરર જોનર ખૂબ ગમે છે અને વેન્કટ સરનું ડાયરેક્શન પર્ફેક્ટ હોય છે.’ કાજલ સાથે લાઇવ ટેલિકાસ્ટમાં વૈભવ રેડ્ડી, કાયલ અંધાધી, પ્રિયંકા સેલ્વા, ડૅનિયલ ઍની પૉપ સહિતના કલાકારો જોવા મળશે.

kajal aggarwal bollywood bollywood news bollywood ssips