કમલ હાસનની ફિલ્મના શૂટિંગ દરમ્યાન ક્રેન પડી, ત્રણનાં મૃત્યુ

20 February, 2020 01:14 PM IST  |  Chennai

કમલ હાસનની ફિલ્મના શૂટિંગ દરમ્યાન ક્રેન પડી, ત્રણનાં મૃત્યુ

ચેન્નઈમાં અભિનેતા કમલ હાસનની એસ શંકર દિગ્દર્શિત ફિલ્મ 'ઇન્ડિયન 2' ના શૂટિંગ દરમ્યાન ક્રેન પડતાં ત્રણ જણનું મૃત્યુ થયું હતું અને દસ જણ જખમી થયા હતા. કમલ હાસને ટ્વીટ કરીને દુખ વ્યક્ત કર્યું હતું. અકસ્માતમાં ડિરેક્ટર મધુ (ઉં.વ. 29), અસિસ્ટેંટ ડિરેક્ટર કૃષ્ણા (ઉં.વ. 34) અને આર્ટ અસિસ્ટેંટ ચંદ્રન (ઉં.વ. 60) મૃત્યુ થયું છે. જખમીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ફિલ્મનુ શૂટિંગ ચેન્નઈની ઈવીપી ફિલ્મ સિટિના સ્ટુડિયોમાં ચાલી રહ્યું હતું. બુધવારે રાત્રે 9.30 વાગ્યાની આસપાસ શૂટિંગ ની ક્રેનનો ભાગ પડી જતાં અકસ્માત થયો હતો. તે સમયે કમલ હાસન સેટ પર હાજર નોહતા. તેમણે ટ્વીટ કરીને દુખ વ્યક્ત કર્યું હતું તેમજ જખમી થયેલા સાથીઓ જલ્દી સાજા થઈ જાય તે માટે આશા રખવાનું પણ કહ્યું હતું.

પ્રથમ ટ્વીટમાં કમલ હાસને લખ્યું હતું કે, મે બહુ બધા અકસ્માત જોયા છે. પણ આ અકસ્માત બહુ ભયાનક હતો. મે મારા ત્રણ સાથીઓ ઘુમાવ્યા છે. મારી પીડા કરતાં તેમના પરિવારનું દુખ વધારે છે. હું તેમના દુખમાં સહભાગી છું અને તેમના પ્રત્યે મારી સહાનુભૂતિ છે.

આ પણ વાંચો: ડબ્બુ રત્નાનીનાં કૅલેન્ડર એક્ટર્સનાં બોલ્ડ લુક્સ

જખમીઓ માટે પણ કમલ હાસને એક ટ્વીટ કર્યું હતું. તેમાં તેમણે કહ્યું હતું કે, મે ડોક્ટરો સાથે વાતચીત કરી છે. તેમની સારવારમાં કોઈ ઉણપ રખવામાં નહીં આવે. આશા છે કે તેઓ જલ્દી જ સારા થઈ જશે.

kamal haasan chennai bollywood bollywood gossips bollywood news