લૉકડાઉનમાં વજન મેઇન્ટેઇન રાખવામાં ખૂબ જ તકલીફ પડી હતી અભિષેકને

25 November, 2021 04:05 PM IST  |  mumbai | Gujarati Mid-day Correspondent

લૉકડાઉન દરમ્યાન ‘બૉબ બિસ્વાસ’ માટે પોતાનું વજન જાળવી રાખવું અભિષેક બચ્ચન માટે અઘરું હતું.

અભિષેક બચ્ચન

લૉકડાઉન દરમ્યાન ‘બૉબ બિસ્વાસ’ માટે પોતાનું વજન જાળવી રાખવું અભિષેક બચ્ચન માટે અઘરું હતું. એને કારણે માનસિક રૂપે તે મૂંઝાઈ ગયો હતો. આ ફિલ્મ માટે તેણે ૧૦૦થી ૧૦૫ કિલો સુધી તેનું વજન પહોંચાડ્યું હતું. આ ફિલ્મનું ટ્રેલર હાલમાં જ રિલીઝ થયું છે. લોકોને એ ખૂબ ગમી રહ્યું છે. આ ફિલ્મ ૩ ડિસેમ્બરે ZEE5 પર રિલીઝ થવાની છે. શાહરુખ ખાનના રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટે એને પ્રોડ્યુસ કરી છે. અભિષેક સાથે ચિત્રાંગદા સિંહ પણ લીડ રોલમાં દેખાશે. વજન વિશે અભિષેક બચ્ચને કહ્યું હતું કે ‘ઠંડીના દિવસોમાં કલકત્તામાં મારે શૂટિંગ દરમ્યાન વજન વધારવું પડ્યું હતું અને એ પણ ત્યારે જ્યારે તમારી પાસે સંદેશની સાથે કલકત્તાની સ્વાદિષ્ટ મીઠાઈઓ ખાવાનો અવસર હોય. જોકે માનસિક રૂપે હું મૂંઝાઈ ગયો હતો. અમારે લૉકડાઉનને કારણે અડધું શૂટિંગ કર્યા બાદ કામ બંધ કરવું પડ્યું હતું. અમે લગભગ ૮૦ ટકા જેટલું કામ પૂરું કરી લીધું હતું. અમારી પાસે હજી ૧૦થી ૧૫ દિવસોનું કામ બાકી હતું. લૉકડાઉન દરમ્યાન મારે એ વજન જાળવી રાખવાનું હતું, જે કપરું હતું. શૂટિંગ દરમ્યાન મારું વજન ૧૦૦થી ૧૦૫ કિલો થઈ ગયું હતો. જો તમે બૉબનો ચહેરો જોશો તો એ ભરાવદાર લાગશે અને ગાલ પણ ફૂલી ગયા હતા. તમે જ્યારે ચહેરા પર પ્રોસ્થેટિકનો ઉપયોગ કરો તો એ પ્રોસ્થેટિક દેખાય છે. પેટ અલગ દેખાય છે. તમારું વજન જ્યારે વધી ગયું હોય અને એ વધેલા વજનની સાથે તમે પર્ફોર્મ કરો છો તો તમારો પર્ફોર્મન્સ બદલાઈ જાય છે; કારણ કે તમારી બૉડી-લૅન્ગ્વેજ, તમારું હલનચલન, તમારી ચાલ, તમારી દોડ બધું બદલાઈ જાય છે.’

abhishek bachchan entertainment news