બૉલીવુડમાં એન્ટ્રી કરતા પહેલાં અર્શદ વારસીનો ડ્રાઈવર હતો અભિષેક બચ્ચન

01 June, 2020 06:41 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

બૉલીવુડમાં એન્ટ્રી કરતા પહેલાં અર્શદ વારસીનો ડ્રાઈવર હતો અભિષેક બચ્ચન

ફાઈલ તસવીર

બૉલીવુડમાં બ્રેક મળવો કંઈ સરળ નથી તેવુ લોકો કહે છે અને તે હકીકત પણ છે. કેટલાક લોકોને તો વર્ષો સુધી સ્ટ્રગલ કરવા છતા બૉલીવુડમાં સફળતા નથી મળતી. જ્યારે સ્ટાર કિડ્સની વાત આવે તો તેમને બૉલીવુડમાં પ્રવેશ ભલે સરળતાથી મળી જાય પણ સફળતા મેળવવા માટે તો સ્ટ્રગલ કરવી જ પડે છે. બૉલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનના દીકરા અભિષેક બચ્ચનની સ્ટોરી પણ કંઈક આવી જ છે. અભિષેક બચ્ચને ફિલ્મ 'રેફ્યૂજી' દ્વારા 2000માં બૉલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું. પરંતુ અભિષેકની બૉલીવુડ સફર કંઈ સરળ નથી રહી. એક ઈન્ટરવ્યુમાં અભિષેકે કહ્યું હતું કે, અભિનેતા બનવા પહેલા તેણે પ્રોડક્શન અસિસટન્ટ તરીકે કામ કર્યું હતું. એ દરમ્યાન અનેક નાના-મોટા કામ કર્યા હતા.

હિંદુસ્તાન ટાઈમ્સના રીપોર્ટ મુજબ 2010માં અભિષેકે આપેલા એક ઈન્ટવ્યુમાં તેણે કહ્યું હતું કે, મને પહેલી ફિલ્મ મળતાં બે વર્ષ લાગ્યા હતાં. ફિલ્મમાં બ્રેક મળે તે પહેલા મેં પ્રોડક્શન ટીમમાં કામ કર્યું હતું. પ્રોડક્શન બૉય તરીકે મેં ચા બનાવવાનું અને સ્ટુડિયોનો ફ્લોર સાફ કરવાનું કામ કર્યું છે. તેમજ હું અર્શદ વારસીનો ડ્રાઈવર પણ હતો.

કરિયરની શરૂઆતના ત્રણ વર્ષમાં અભિષેકને જોઈએ તેવી સફળતા મળી નહોતી. અભિષેકે ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, જ્યારે મારી ફિલ્મ બૉક્સ ઓફિસ પર નિષ્ફળ ગઈ હતી ત્યારે મને ઘરમાંથી બહાર નીકળવાનું મન જ નહોતુ થતું. મારા માટે જે ખરાબ રીવ્યુઝ આપવામાં આવ્યા હોય તેને હું અરીસા પર ચોટાડતો અને ટીકાકારોને જે બાબતો ગમી નહોતી તેના પર હું કામ કરતો.

અભિષેક બચ્ચન માટે મણિ રત્નમની 'યુવા' અને સંજય ગઢવીની ફિલ્મ 'ધૂમ' ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ હતી. ત્યારબાદ અભિષેકે 'ધૂમ' સિરીઝ, 'ગુરૂ', 'બંટી ઔર બબલી', 'પા' અને 'બોલ બચ્ચન' જેવી અનેક હીટ ફિલ્મો આપી. જેમાંથી 'પા' અને 'બંટી ઔર બબલી'માં પિતા અમિતાભ બચ્ચન સાથે કામ કર્યું હતું.

entertainment news bollywood bollywood news bollywood gossips abhishek bachchan