શાહરુખ ખાનના આગ્રહને કારણે જ અભિષેક બચ્ચન બન્યો વિલન

09 November, 2025 08:43 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અભિષેક બચ્ચન પહેલી વખત મુખ્ય વિલન તરીકે સંપૂર્ણ રીતે નેગેટિવ કૅરૅક્ટરમાં જોવા મળશે

અભિષેક બચ્ચન

શાહરુખ ખાનની આગામી ફિલ્મ ‘કિંગ’માં અભિષેક બચ્ચન પહેલી વખત મુખ્ય વિલન તરીકે સંપૂર્ણ રીતે નેગેટિવ કૅરૅક્ટરમાં જોવા મળશે. આ ફિલ્મમાં શાહરુખ ખાન અને તેની પુત્રી સુહાના ખાન પણ લીડ રોલમાં હશે. જોકે તેઓ આ ફિલ્મમાં બાપ-દીકરીના રોલમાં નથી. આ પ્રોજેક્ટ સાથે જોડાયેલી એક વ્યક્તિએ માહિતી આપી છે કે ‘ફિલ્મમાં અભિષેકને વિલન તરીકે કામ કરવા માટે શાહરુખે જ મનાવ્યો હતો. અભિષેક ‘આઇ વૉન્ટ ટુ ટૉક’ અને ‘કાલીધર લાપતા’ જેવી ફિલ્મોમાં સૉફ્ટ પાત્રો ભજવ્યા બાદ નેગેટિવ રોલ કરવાની હિંમત નહોતો કરી શકતો, પણ શાહરુખે તેને આ રોલ કરવા માટે પ્રોત્સાહન આપ્યું હતું. અભિષેક માટે એક ખલનાયકની ભૂમિકા ભજવવા તૈયાર થવાનો નિર્ણય લેવાનું મુશ્કેલ હતું જે કદાચ શાહરુખના પ્રોત્સાહન વિના શક્ય ન બન્યું હોત.’

Shah Rukh Khan abhishek bachchan bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news