અભિષેકની બી હૅપી રિલીઝ થશે ૧૪ માર્ચે

28 February, 2025 07:02 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફિલ્મમાં અભિષેક બચ્ચન, નોરા ફતેહી અને ઇનાયત વર્મા મુખ્ય ભૂમિકામાં છે; જ્યારે નાસિર, જૉની લિવર અને હરલીન સેઠી સહાયક ભૂમિકામાં છે.

ફિલ્મ ‘બી હૅપી’

અભિષેક બચ્ચન તેની આગામી ફિલ્મ ‘બી હૅપી’ને લઈને ચર્ચામાં છે. દર્શકો ફિલ્મની રિલીઝ-ડેટની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને હવે આ જાહેરાત કરી દેવામાં આવી છે.  ‘બી હૅપી’ સીધી ઓવર ધ ટૉપ (OTT) પ્લૅટફૉર્મ પર રિલીઝ થશે. જાહેરાત પ્રમાણે ‘બી હૅપી’ પ્રાઇમ વિડિયો પર ૧૪ માર્ચે રિલીઝ થશે. આ ફિલ્મ કોરિયોગ્રાફર રેમો ડિસોઝાએ ડિરેક્ટ કરી છે. આ ફિલ્મ એક સમર્પિત સિંગલ ફાધર શિવ (અભિષેક બચ્ચન) અને તેની ઉત્સાહી દીકરી ધરા (ઇનાયત વર્મા) વચ્ચેના અતૂટ બંધનની સ્ટોરી છે. આ ફિલ્મમાં અભિષેક બચ્ચન, નોરા ફતેહી અને ઇનાયત વર્મા મુખ્ય ભૂમિકામાં છે; જ્યારે નાસિર, જૉની લિવર અને હરલીન સેઠી સહાયક ભૂમિકામાં છે.

abhishek bachchan prime video upcoming movie bollywood buzz bollywood news bollywood entertainment news