પ્રભાસની ફૌજીમાં અભિષેકની એન્ટ્રી

19 September, 2025 02:08 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘ફૌજી’ પ્રભાસના સૌથી રસપ્રદ પ્રોજેક્ટ્સમાંનો એક છે. ચર્ચા છે કે આ ફિલ્મ બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન આકાર લેતો એક રોમૅન્ટિક ડ્રામા છે. આ વાર્તા ૧૯૪૦ના દાયકામાં સેટ થયેલી છે, જ્યાં પ્રભાસ બ્રિટિશ આર્મીમાં સેવા કરતા સૈનિકની ભૂમિકા ભજવશે. 

અભિષેક બચ્ચન

પ્રભાસની આગામી ફિલ્મ ‘ફૌજી’માં અભિષેક બચ્ચનને એક મહત્ત્વના રોલમાં સાઇન કરવામાં આવ્યો હોવાની ચર્ચા છે. આ વાતની સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી, પણ મળતી માહિતી પ્રમાણે ડિરેક્ટર હનુ રાઘવપુડીએ આ ઍક્શન-ડ્રામા ફિલ્મમાં એક મહત્ત્વના રોલ માટે અભિષેકનો સંપર્ક કર્યો છે અને અભિષેકે પણ આ ફિલ્મમાં કામ કરવાની સંમતિ આપી દીધી છે. જો બધું બરાબર ચાલ્યું તો અભિષેક ‌ટૂંક સમયમાં પ્રભાસ સાથે શૂટિંગમાં જોડાશે. આ તેલુગુ સિનેમામાં અભિષેક બચ્ચનનું ડેબ્યુ હશે. 

‘ફૌજી’ પ્રભાસના સૌથી રસપ્રદ પ્રોજેક્ટ્સમાંનો એક છે. ચર્ચા છે કે આ ફિલ્મ બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન આકાર લેતો એક રોમૅન્ટિક ડ્રામા છે. આ વાર્તા ૧૯૪૦ના દાયકામાં સેટ થયેલી છે, જ્યાં પ્રભાસ બ્રિટિશ આર્મીમાં સેવા કરતા સૈનિકની ભૂમિકા ભજવશે. 

abhishek bachchan prabhas bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news