ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઑફ મેલબર્નની શરૂઆત થશે ‘ઘૂમર’થી

11 July, 2023 02:58 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફેસ્ટિવલ મેલબર્નમાં અગિયાર ઑગસ્ટથી ૨૦ ઑગસ્ટ સુધી ચાલશે.

અભિષેક બચ્ચન અને સૈયામી ખેર

અભિષેક બચ્ચન અને સૈયામી ખેરની ‘ઘૂમર’ દ્વારા ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઑફ મેલબર્નની ૧૪મી એડિશનની શરૂઆત થશે. આ ફેસ્ટિવલ મેલબર્નમાં અગિયાર ઑગસ્ટથી ૨૦ ઑગસ્ટ સુધી ચાલશે. આ એક પૅરાપ્લેજિક સ્પોર્ટ્સ પર્સન એટલે કે ક્રિકેટરની સ્ટોરી છે. આ ફિલ્મમાં સૈયામી ક્રિકેટરનું પાત્ર ભજવી રહી છે અને અભિષેક તેના કોચ તરીકે છે. આ ફિલ્મને આર. બાલ્કીએ ડિરેક્ટ કરી છે. આર. બાલ્કી અને અભિષેક બચ્ચને જૉઇન્ટ સ્ટેટમેન્ટમાં કહ્યું કે ‘ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઑફ મેલબર્નમાં અમારી ‘ઘૂમર’ ઓપનિંગ ફિલ્મ તરીકે પસંદ થઈ એ અમારા માટે સન્માન અને ખુશીની વાત છે. ‘ઘૂમર’ની સ્ટોરી જીવનમાં આવતા કોઈ પણ અવરોધનો કેવી રીતે પોતાના ઍડ્વાન્ટેજ તરીકે ઉપયોગ કરવો એના પર છે. અમારી ફિલ્મ સ્પોર્ટ્સને ટ્રિબ્યુટ છે. સ્પોર્ટ્સ લાઇફને જીવનનો નવો અભિગમ આપે છે. સ્પોર્ટ્સ કૅપિટલ એટલે કે ઑસ્ટ્રેલિયામાં અમારી ફિલ્મનું પહેલું પ્રીમિયર કરવું એ મોટી વાત છે.’ આ વિશે સૈયામીએ કહ્યું કે ‘આ ફિલ્મ મારા દિલની ખૂબ જ એટલે ખૂબ જ નિકટ છે. સ્ક્રીન પર સ્પોર્ટ્સ પર્સનનું પાત્ર ભજવવાનું મારું સપનું હતું. મારી ઍક્ટિંગ કરીઅરની શરૂઆતથી જ હું એ મૅનિફેસ્ટ કરી રહી હતી. મને ખુશી છે કે મારું સપનું પૂરું થયું. મારા માટે આ ફિલ્મ કરતાં પણ વધુ છે. મારા માટે ફિઝિકલી અને મેન્ટલી ડિમાન્ડિંગ ફિલ્મ હતી. લોકો ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઑફ મેલબર્નમાં આ ફિલ્મને જોઈ શકશે એની મને વધુ ખુશી છે.’

abhishek bachchan saiyami kher bollywood news bollywood gossips bollywood entertainment news