બાળપણમાં અમિતાભ બચ્ચન સાથે સ્ટેજ શેર કર્યો હતો અભિષેક અને શ્વેતાએ

10 May, 2020 08:36 PM IST  |  Mumbai Desk | Agencies

બાળપણમાં અમિતાભ બચ્ચન સાથે સ્ટેજ શેર કર્યો હતો અભિષેક અને શ્વેતાએ

અભિષેક બચ્ચન, શ્વેતા બચ્ચન

અભિષેક બચ્ચન અને શ્વેતા બચ્ચન નંદાએ બાળપણમાં તેમના ડેડી અમિતાભ બચ્ચન સાથે સ્ટેજ શેર કર્યો હતો. એ વખતની યાદોને તાજા કરતાં અભિષેકે એક વિડિયો શેર કર્યો છે. આ વિડિયોમાં બન્ને ભાઈ-બહેન ખૂબ નાના દેખાઈ રહ્યાં છે. વિડિયોમાં અમિતાભ બચ્ચન બન્ને બાળકો સાથે દર્શકોને ઓળખાણ કરાવે છે. બન્ને ભાઈ-બહેન ઑડિયન્સને હેલો કહે છે. આ વિડિયોને ઇન્સ્ટાગ્રામ પર શેર કરીને અભિષેકે કૅપ્શન આપી હતી કે ‘૧૯૮૧માં મારા ડેડીએ એક ટ્રેન્ડ શરૂ કર્યો હતો કે ફિલ્મોના ઍક્ટર્સ સ્ટેજ શો કરે. તેમનાં ગીતો પર સ્ટેજ પર પર્ફોર્મ કરે. એ પહેલાં તો માત્ર પ્લેબૅક સિંગર્સ જ સ્ટેજ શોઝ કરતા હતા. મારી પાસે તેમની સાથે જોડાયેલી અનેક યાદો છે. તેમના કો-સ્ટાર્સ, સંગીતકાર જોડી કલ્યાણજી-આનંદજી અને તેમનું ઑર્કેસ્ટ્રા, જેની કલ્યાણજીના દીકરા વિજુ શાહે કમાન સંભાળી હતી. રિહર્સલ, સાઉન્ડ ચેક, શો બાદ ડિનર, જેમાં ગુજરાતી ભોજન. જે પણ શહેરમાં શો હોય તો શોના ઑર્ગેનાઇઝરનાં સગાં-સંબંધીઓ અને ફ્રેન્ડ્સ ખૂબ જ પ્રેમથી રસોઈ બનાવતા હતા. જમવાનું ટીમના દરેક સદસ્યો, સંગીતકારોને પીરસવામાં આવતું હતું. એક યંગ અને એ સમયમાં વધુ જાણીતો ન હોય એવો કલાકાર સ્ટેજ પર આવીને કલાકો સુધી પોતાની કૉમેડી અને મિમિક્રીથી લોકોને હસાવે છે. સવાર થતાં જ બીજા શહેરમાં જવા માટે ફ્લાઇટ પકડવા માટે ઍરપોર્ટ પર પહોંચવાનો સમય પણ થઈ જાય છે. તેમનું નામ જૉની લિવર હતું. ફ્લાઇટમાં દરેકની ટિકિટ ઇકૉનૉમી ક્લાસની હોય છે. દરેક જણ પોતાની સીટને ફોલ્ડ કરીને રાખતા, ત્યાર બાદ મ્યુઝિશ્યન્સ, સિંગર્સ અને મારા ડેડી પણ ગીતો ગાવા લાગતાં હતાં. સાથે જ એક નવું ગીત પણ રચી કાઢતાં જેને એ રાતે પર્ફોર્મ કરતા હતા. આ રીતે સતત 3 દિવસ સુધી ચાલ્યા કરતું હતું. મને એવું લાગતું કે એ સમયમાં તેઓ માત્ર બે કલાક જ સૂતા હશે. તેઓ પૂરા જોશ સાથે શો કરતા હતા. અઠવાડિયા દરમ્યાન તેઓ આરામ કરતા હતા. ફરીથી શુક્રવારથી તેઓ કામ શરૂ કરવા લાગતા હતા. એ સમય ખરેખર ખૂબ જ અદ્ભુત હતો. હું વિંગ્સમાં ઊભો રહીને શો જોતો હતો. મને કદી પણ એ અહેસાસ નહોતો થયો કે જેમને હું લાઇવ પર્ફોર્મ કરતા જોઈ રહ્યો છું તે મહાન કલાકાર છે. હું પોતે પણ છુપી રીતે પર્ફોર્મ કરતો હોઉં એવી કલ્પના કરતો હતો. તમે આ વિડિયોમાં જોઈ શકો છો કે કેવી રીતે મારી બહેન સ્ટેજ પરથી તરત ઊતરી જાય છે. જોકે હું ત્યાં જ ઊભો રહેવા માગતો હતો.’

bollywood gossips bollywood bollywood news abhishek bachchan shweta bachchan nanda amitabh bachchan