અભિનવ બિન્દ્રાની ફિલ્મ બૉલીવુડની સામાન્ય બાયોપિક જેવી નહીં હોય : હર્ષવર્ધન કપૂર

27 April, 2023 03:14 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફિલ્મમાં તેની સાથે તેના પિતા અનિલ કપૂર પણ જોવા મળશે.

હર્ષવર્ધન કપૂર

હર્ષવર્ધન કપૂરનું કહેવું છે કે ઑલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ અભિનવ બિન્દ્રાની ​ફિલ્મ બૉલીવુડની અન્ય બાયોપિક કરતાં એકદમ અલગ હશે. આ ફિલ્મમાં હર્ષવર્ધન શૂટરનો ટાઇટલ રોલ ભજવી રહ્યો છે. આ ફિલ્મમાં તેની સાથે તેના પિતા અનિલ કપૂર પણ જોવા મળશે. આ ફિલ્મમાં તે અભિનવના પિતાનું પાત્ર ભજવી રહ્યો છે. હાલમાં જ એક સોશ્યલ મીડિયા યુઝરે ટ્વીટ કર્યું કે ‘તું શું કામ એક ડ્રામેટાઇઝ્ડ અને અનરિયલિસ્ટિક બાયોપિકમાં કામ કરી રહ્યો છે, એ પણ ખાસ કરીને એક સ્પોર્ટ્સ પર્સનાલિટીની? તેઓ દરેક એક ફૉર્મેટને ફૉલો કરે છે જે એકદમ પ્રિડિક્ટેબલ હોય છે.’
આ વિશે જવાબ આપતાં હર્ષવર્ધન કપૂરે ટ્વીટ કર્યું હતું કે ‘જો તેં મારી એક પણ ફિલ્મ જોઈ હોય તો તને ખબર પડી ગઈ હોત કે બિન્દ્રાની ફિલ્મ બૉલીવુડની અન્ય બાયોપિક જેવી નહીં હોય. અભિનવ બિન્દ્રાની સ્ટોરીને ડ્રામેટાઇઝ કે અનરિયલિસ્ટક કરવાની જરૂર જ નથી. એ એનાથી એકદમ અલગ છે.’ પોતાના આગામી પ્રોજેક્ટ વિશે વાત કરતાં હર્ષવર્ધને કહ્યું હતું કે ‘હું બિન્દ્રાની બાયોપિક, સાયન્સ-ફિક્શન સેક્સ-કૉમેડી અને ‘થાર’ના ડિરેક્ટરની આગામી ફિલ્મમાં કામ કરી રહ્યો છું. હું પહેલાં બિન્દ્રાનું શૂટિંગ કરીશ. સાયન્સ-ફિક્શન કૉમેડી હજી પણ શરૂઆતના સ્ટેજમાં છે અને ‘થાર’ના ડિરેક્ટરની ફિલ્મ પણ.’

entertainment news harshvardhan kapoor bollywood news bollywood gossips bollywood