આયુષ શર્માની ફિલ્મનું નામ આપવામાં આવ્યું 'ગન્સ ઑફ નૉર્થ'

09 June, 2020 04:20 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આયુષ શર્માની ફિલ્મનું નામ આપવામાં આવ્યું 'ગન્સ ઑફ નૉર્થ'

આયુષ શર્માની ફિલ્મનું નામ હવે ‘ગન્સ ઑફ નૉર્થ’ આપવામાં આવ્યું છે. મરાઠી ફિલ્મ ‘મુલ્સી પૅટર્ન’ની આ હિન્દી રીમેક છે. ઍક્શનથી ભરપૂર આ ફિલ્મ પંજાબ બેઝ્ડ છે. આ ફિલ્મમાં આયુષ ખૂંખાર જાટ ગૅન્ગસ્ટરના પાત્રમાં જોવા મળશે. આ ફિલ્મને પહેલાં ‘ધાક’ નામ આપવામાં આવ્યું હતું જે બદલીને હવે ‘ગન્સ ઑફ નૉર્થ’ થઈ ગયું છે. આ ફિલ્મની સ્ક્રિપ્ટ પર છેલ્લાં બે વર્ષથી કામ ચાલી રહ્યું હતું. ફિલ્મનું શૂટિંગ એપ્રિલથી શરૂ થવાનું હતું, પરંતુ કોરોના વાઇરસને કારણે એ લંબાઈ ગયું છે. આ ફિલ્મને હિન્દીની સાથે તામિલ, તેલુગુ, કન્નડ અને ઓરિયામાં પણ રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મ માટે આયુષે ૧૨ કિલો વજન વધાર્યું હતું અને જબરદસ્ત બૉડી પણ વધારી છે. આ ફિલ્મમાં તેની સાથે સલમાન ખાન પણ જોવા મળશે એવી ચર્ચા છે.

entertainment news bollywood bollywood news bollywood gossips aayush sharma upcoming movie