28 April, 2026 12:00 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આદિત્ય રૉય કપૂર પહેલાં આશિકી 2 ઑફર થઈ હતી સુશાંત સિંહ રાજપૂતને
૨૦૧૩માં રિલીઝ થયેલી બ્લૉકબસ્ટર મ્યુઝિકલ રોમૅન્ટિક ફિલ્મ ‘આશિકી 2’ને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. ફિલ્મમાં આદિત્ય રૉય કપૂરના પર્ફોર્મન્સની સૌએ પ્રશંસા કરી હતી પરંતુ બહુ ઓછા લોકોને ખબર છે કે રાહુલ જયકરનો આ રોલ આદિત્ય રૉય કપૂર પહેલાં સુશાંત સિંહ રાજપૂતને ઑફર કરવામાં આવ્યો હતો. જોકે એ સમયે સુશાંત પોતાની ડેબ્યુ ફિલ્મ ‘કાઈ પો છે’માં વ્યસ્ત હોવાના કારણે આ ઑફર સ્વીકારી શક્યો નહોતો અને પછી આ ફિલ્મ આદિત્ય રૉય કપૂરની કરીઅરની યાદગાર ફિલ્મ બની ગઈ હતી.