29 September, 2026 11:12 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સિતારે ઝમીન પર
‘દંગલ’ અને ‘સીક્રેટ સુપરસ્ટાર’ બાદ હવે આમિર ખાનની ફિલ્મ ‘સિતારે ઝમીન પર’ પણ જપાનમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ ૨૦૨૫ની ૨૦ જૂને ભારત સહિત અનેક દેશોમાં રજૂ થઈ હતી અને હવે લગભગ બે વર્ષ બાદ એટલે કે આવતા વર્ષના માર્ચના અંતમાં જપાનનાં થિયેટરોમાં પ્રદર્શિત થશે. લગભગ ૮ વર્ષ પછી આમિર ખાનની કોઈ ફિલ્મ જપાની થિયેટરોમાં પહોંચશે.
જપાનની ડિસ્ટ્રિબ્યુશન કંપની ગીક પિક્ચર્સે ‘સિતારે ઝમીન પર’ ફિલ્મની જપાન રિલીઝની સત્તાવાર જાહેરાત કરી હતી. આ સાથે જ જણાવવામાં આવ્યું કે ફિલ્મને જપાનમાં ‘સિતારે! ધ મિરૅકલ ટીમ ઑફ સ્ટારડસ્ટ’ નામથી રજૂ કરવામાં આવશે.