આમિર હવે બૅન્ગલોરની મહિલાના પ્રેમમાં પડ્યો છે

01 February, 2025 11:31 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૫૯ વર્ષનો આમિર બૅન્ગલોરની કોઈક મહિલાના પ્રેમમાં છે અને બન્ને વચ્ચેની રિલેશનશિપ સિરિયસ હોવાનું જણાઈ રહ્યું છે એવી ચર્ચા છે. કહેવાય છે કે આમિરે આ મહિલાને પોતાના પરિવાર સાથે મળાવી પણ છે.

આમિર ખાન

આમિર ખાન ફરીથી પ્રેમમાં પડ્યો હોવાના સમાચાર બૉલીવુડમાં ચર્ચાસ્પદ બન્યા છે. ૫૯ વર્ષનો આમિર બૅન્ગલોરની કોઈક મહિલાના પ્રેમમાં છે અને બન્ને વચ્ચેની રિલેશનશિપ સિરિયસ હોવાનું જણાઈ રહ્યું છે એવી ચર્ચા છે. કહેવાય છે કે આમિરે આ મહિલાને પોતાના પરિવાર સાથે મળાવી પણ છે.

આમિર ખાને ૧૯૮૬માં રીના દત્તા સાથે લગ્ન કર્યાં હતાં. આ લગ્નથી તેને આઇરા અને જુનૈદ નામનાં સંતાનો છે. રીના અને આમિરના ૨૦૦૨માં ડિવૉર્સ થયા હતા. આમિરે ૨૦૦૫માં કિરણ રાવ સાથે લગ્ન કર્યાં હતાં. ૧૫ વર્ષના લગ્નજીવન પછી તેમણે છૂટાં પડવાની જાહેરાત કરી હતી. આમિર અને કિરણને આઝાદ નામનો પુત્ર છે, જેનો જન્મ સરોગસીથી થયો છે.

થોડા સમય પહેલાં ચર્ચા હતી કે આમિર અને ફાતિમા સના શેખ વચ્ચે કંઈક છે. ફાતિમા સાથે આમિર ત્રીજાં લગ્ન કરશે એવી વાતો પણ ઘણા સમય સુધી ચાલતી રહી હતી, પણ હવે લાગે છે કે આમિરના જીવનમાં કોઈ નવી મહિલાની એન્ટ્રી થઈ છે.

aamir khan relationships kiran rao bengaluru bollywood bollywood news bollywood gossips entertainment news