વૉક કરવા નીકળેલી આમિરની ગર્લફ્રેન્ડ ફોટોગ્રાફર્સને જોઈને પાછી વળી ગઈ

27 May, 2025 07:02 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આમિરે જ્યારથી ગૌરી સાથેની પોતાની રિલેશનશિપની જાહેરાત કરી છે ત્યારથી ફોટોગ્રાફર્સ આ જોડીને ક્લિક કરવાની તક શોધતા જ રહે છે.

આમિર ખાનની ગર્લફ્રેન્ડ ગૌરી

હાલમાં આમિર ખાનની અને તેની ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રૅટની રિલેશનશિપ ચર્ચામાં છે. હાલમાં ગૌરી બાંદરા-વેસ્ટમાં વૉક કરતી જોવા મળી હતી. ગૌરી આરામથી વૉક કરી રહી હતી પણ જેવી તેની નજર ફોટોગ્રાફર્સ પર પડી કે તે તરત જ પાછી વળી ગઈ અને તેણે રસ્તો બદલી લીધો. આમિરે જ્યારથી ગૌરી સાથેની પોતાની રિલેશનશિપની જાહેરાત કરી છે ત્યારથી ફોટોગ્રાફર્સ આ જોડીને ક્લિક કરવાની તક શોધતા જ રહે છે.

આમિર અને ગૌરી તાજેતરમાં ઘણી જગ્યાએ એકસાથે જોવામાં આવ્યાં છે. આ બન્નેએ આમિરની મમ્મી ઝીનત હુસેન સાથે મધર્સ ડે પણ ઊજવ્યો, જે તેમની નિકટતા દર્શાવે છે.

aamir khan relationships bandra bollywood bollywood gossips bollywood buzz bollywood news entertainment news