05 August, 2025 01:31 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
આમિર ખાનની ફાઇલ તસવીર
મુંબઈ (Mumbai) માયાનગરી છે. આ શહેરમાં બોલિવૂડ (Bollywood) અને મોટા ઉદ્યોગપતિઓના અનેક ઘર છે. આ શહેરમાં રિયલ એસ્ટેટની પરિસ્થિતિથી દરેક જણ વાકેફ છે. રિયલ એસ્ટેટના અત્યારે જે પ્રમાણે ભાવ વધી રહ્યા છે તે પ્રમાણે મુંબઈમાં ઘર ખરીદવાનું તો ઠીક, ભાડાના ફ્લેટમાં રહેવું પણ સરળ નથી. જોકે સેલેબ્ઝ તેમના લક્ઝરી એપાર્ટમેન્ટને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. હવે અભિનેતા આમિર ખાન (Aamir Khan)નું ઘર પણ સમાચારમાં આવ્યું છે. આમિર ખાન બહુ જલ્દી ભાડાના ફ્લેટમાં શિફ્ટ થશે અને બોલિવૂડના બાદશાહ અભિનેતા શાહરુખ ખાન (Shah Rukh Khan)નો પાડોશી બનશે.
બોલીવુડના મિસ્ટર પરફેક્શનિસ્ટ એટલે કે આમિર ખાન હંમેશા હેડલાઇન્સમાં રહે છે. હાલમાં, સુપરસ્ટારે મુંબઈના પોશ વિસ્તાર બાંદ્રા (Bandra)માં ચાર લક્ઝરી એપાર્ટમેન્ટ ભાડે (Aamir Khan rents flat in Mumbai) લીધા છે. આ સાથે, તે હવે શાહરૂખ ખાનનો પાડોશી બનશે. પરંતુ આમિર ખાને પોતાનું ઘર કેમ છોડ્યું અને તેણે એપાર્ટમેન્ટ કેમ ભાડે રાખ્યા?
ફોર્બ્સના ડેટા અનુસાર, ૧,૮૬૨ કરોડ રૂપિયાની સંપત્તિ ધરાવતા આમિર ખાન મુંબઈના બાંદ્રા વેસ્ટમાં ભાડાના ઘરમાં રહેવા જશે. તેણે પાલી હિલ્સ (Pali Hills)માં ચાર લક્ઝરી એપાર્ટમેન્ટ ભાડે લીધા છે. આ ફ્લેટનું ભાડું દર મહિને ૨૪.૫ લાખ રૂપિયા છે. આ ભાડું દર વર્ષે ૫ ટકાના દરે વધતું રહેશે.
Zapkey.com ના સમાચાર અનુસાર, આમિર ખાને પાલી હિલ્સ વિસ્તારમાં ચાર ફ્લેટ ભાડે લીધા છે. તેણે આ ફ્લેટ આગામી પાંચ વર્ષ માટે ભાડે લીધા છે. તે આ ફ્લેટમાં ૨૦૩૦ સુધી રહેશે. લીઝ કરાર મુજબ, તેમાં ૪૫ મહિનાનો લોક-ઇન સમયગાળો સામેલ છે. આ ભાડા સોદા માટે, આમિર ખાને ૧.૪૬ કરોડ રૂપિયાથી વધુની સિક્યોરિટી ડિપોઝિટ, ૪ લાખ રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી અને ૨૦૦૦ રૂપિયાની સજીસ્ટ્રેશન ફી ચૂકવી છે. આમિરનું નવું સરનામું, વિલ્નોમોના, પૂજા કાસાથી માત્ર ૭૫૦ મીટર દૂર છે. જ્યાં શાહરૂખ ખાન અને તેનો પરિવાર હાલમાં અહીં ભાડાના મકાનમાં રહે છે. કારણકે, કિંગ ખાનના વૈભવી બંગલા મન્નતમાં પણ નવીનીકરણનું કામ ચાલી રહ્યું છે.
આમિર ખાનના વિર્ગો હાઉસિંગ સોસાયટીમાં ૧૨ ફ્લેટ છે. આ ફ્લેટ્સમાં હાઇ-પ્રોફાઇલ રિડેવલપમેન્ટનું કામ ચાલી રહ્યું છે. આ એપાર્ટમેન્ટને અલ્ટ્રા-પ્રીમિયમ સી-ફેસિંગ રેસિડેન્સ તરીકે તૈયાર કરવામાં આવી રહ્યું છે. વિર્ગો હાઉસિંગ સોસાયટીનું રિડેવલપમેન્ટ એટમોસ્ફિયર રિયલ્ટી દ્વારા કરવામાં આવી રહ્યું છે. રિડેવલપમેન્ટ પછી, તે એપાર્ટમેન્ટનો સર્કલ રેટ વધશે. કિંમત પ્રતિ ચોરસ ફૂટ ૧ લાખ રૂપિયાથી વધુ થશે. એટલે કે, ફ્લેટની કિંમત ૧૦૦ કરોડ રૂપિયાને પાર કરશે. આવી સ્થિતિમાં, જ્યાં સુધી ત્યાં રિડેવલપમેન્ટનું કામ ચાલુ ન થાય ત્યાં સુધી, આમિર ખાન પાલી હિલ્સ વિસ્તારમાં શિફ્ટ થઈ ગયો છે.
તમને જણાવી દઈએ કે, મુંબઈના પાલી હિલ્સ વિસ્તારમાં બોલિવૂડના ઘણા સ્ટાર્સના ઘરછે. હાલમાં શાહરુખ ખાન પણ આ વિસ્તારમાં રહે છે.