આમિર ખાનની કંપની રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના જીવન પર બનાવશે ડૉક્યુમેન્ટરી

20 June, 2026 03:21 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આમિર ખાન પ્રોડક્શન્સે હાલમાં એક વિશેષ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. આ પ્રોજેક્ટ હેઠળ ભારતનાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના પ્રેરણાદાયી જીવન પર આધારિત ડૉક્યુમેન્ટરી બનાવવામાં આવશે. આ ડૉક્યુમેન્ટરીનું ડિરેક્શન સ્વાતિ ચક્રવર્તી ભટકલ કરશે.

આમિર ખાનની કંપની રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના જીવન પર બનાવશે ડૉક્યુમેન્ટરી

આમિર ખાન પ્રોડક્શન્સે હાલમાં એક વિશેષ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. આ પ્રોજેક્ટ હેઠળ ભારતનાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના પ્રેરણાદાયી જીવન પર આધારિત ડૉક્યુમેન્ટરી બનાવવામાં આવશે. આ ડૉક્યુમેન્ટરીનું ડિરેક્શન સ્વાતિ ચક્રવર્તી ભટકલ કરશે. આ ફિલ્મમાં દ્રૌપદી મુર્મુના વ્યક્તિગત અને જાહેર જીવનની સમગ્ર સફર રજૂ કરવામાં આવશે. ઓડિશાના એક નાના ગામથી દેશના સર્વોચ્ચ બંધારણીય પદ સુધી પહોંચવાની તેમની પ્રેરણાદાયી યાત્રા ડૉક્યુમેન્ટરીમાં દર્શાવવામાં આવશે.

આ ડૉક્યુમેન્ટરીમાં દ્રૌપદી મુર્મુના જીવનના મહત્ત્વપૂર્ણ તબક્કાઓ, સંઘર્ષો, પડકારો અને વ્યક્તિગત દુઃખદ પ્રસંગોને પણ સ્થાન આપવામાં આવશે. આ પ્રોડક્શન માત્ર દ્રૌપદી મુર્મુની સિદ્ધિઓ સુધી મર્યાદિત નહીં રહે; તેમની હિંમત, મહેનત, ધીરજ અને અડગ મનોબળને પણ નજીકથી રજૂ કરશે.

aamir khan droupadi murmu bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news