પહલગામ હુમલા પછી શું કરવું એ નિર્ણય સરકાર પર છોડી દેવો જોઈએ

08 May, 2025 07:08 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આમિર ખાને લગભગ ૧૫ દિવસ પછી પહલગામ-અટૅક વિશે પ્રતિક્રિયા આપી.

આમિર ખાન

આમિર ખાન હાલમાં પોતાની આગામી ફિલ્મ ‘સિતારે ઝમીન પર’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. હાલમાં આ ફિલ્મનો ફર્સ્ટ લુક પણ રિલીઝ થયો છે. આવા જ એક ઇન્ટરવ્યુ દરમ્યાન વાતચીતમાં આમિરે પહલગામ-અટૅક પર પોતાની પ્રતિક્રિયા આપી છે. તેણે કહ્યું છે કે ‘પહલગામમાં જેકાંઈ થયું એ બહુ ખોટું થયું. માસૂમ લોકોની હત્યા કરવામાં આવી અને આ હરકત સહન ન જ કરી શકાય. આપણે મોદી સરકાર પર ભરોસો કરવો જોઈએ. તેઓ જરૂર કંઈક કરશે. આ બહુ સંવેદનશીલ મુદ્દો છે એટલે હું તો એના વિશે શું કહું. મને લાગે છે કે આ મુદ્દો સરકાર પર છોડી દેવો જોઈએે અને સરકાર જરૂર એ લોકોને ન્યાય અપાવશે જેમણે આ આતંકવાદી હુમલાનું દુઃખ સહન કર્યું છે.’

aamir khan Pahalgam Terror Attack narendra modi terror attack bollywood buzz bollywood news bollywood entertainment news