આમિર ખાનને આજે પણ છે હમ આપકે હૈં કૌન...?માં કામ કરવાની ના પાડવાનો અફસોસ

21 January, 2026 11:57 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફિલ્મમાં કામ કરીને સલમાન ખાન અને માધુરી દીક્ષિત ટોચના સ્ટાર્સ બની ગયાં હતાં

આમિર ખાનની ફાઇલ તસવીર

ફિલ્મમેકર સૂરજ બડજાત્યાની ‘હમ આપકે હૈં કૌન.. !’ની ગણતરી નેવુંના દાયકાની સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ તરીકે થાય છે. આ ફિલ્મમાં કામ કરીને સલમાન ખાન અને માધુરી દીક્ષિત ટોચના સ્ટાર્સ બની ગયાં હતાં. જોકે બહુ ઓછા લોકોને ખબર છે કે આ ફિલ્મમાં સલમાને ભજવેલા પ્રેમના રોલ માટે સૂરજ બડજાત્યાએ પહેલાં આમિર ખાનને ઑફર કરી હતી. જોકે આમિરને આ ફિલ્મની વાર્તા પસંદ ન પડતાં તેણે એમાં કામ કરવાની ના પાડી દીધી હતી અને તેને આજે પણ આ વાતનો અફસોસ છે. એક મીડિયા ઇન્ટરવ્યુ દરમ્યાન આમિરે પોતે સ્વીકાર્યું હતું કે તેને ‘હમ આપ કે હૈં કૌન.. !’ જેવી ફિલ્મ છોડવાનો અફસોસ થાય છે. તેણે કહ્યું હતું કે જો મેં આ ફિલ્મ કરી હોત તો કદાચ વાર્તા કંઈક અલગ જ હોત.

aamir khan box office entertainment news bollywood bollywood news bollywood buzz sooraj barjatya madhuri dixit Salman Khan