07 June, 2025 07:21 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અરબાઝ ખાન અને તેની પત્ની શૂરા ખાન
અરબાઝ ખાન અને તેની પત્ની શૂરા ખાનનો એક વિડિયો વાઇરલ થઈ રહ્યો છે. તાજેતરમાં એક કાર્યક્રમ દરમ્યાન બન્ને સાથે જોવા મળ્યાં હતાં. આ દરમ્યાન જ્યારે ફોટોગ્રાફર્સે શૂરાની કથિત પ્રેગ્નન્સી પર કપલને અભિનંદન આપ્યાં ત્યારે બન્ને હસવા લાગ્યાં અને થોડા શરમાઈ ગયાં. જોકે આ સમયે અરબાઝે ફોટોગ્રાફર્સની ઇચ્છાને માન આપીને પ્રેગ્નન્ટ શૂરા સાથે પોઝ પણ આપ્યા હતા. આ પછી અરબાઝ અને શૂરા કાર તરફ ચાલવા માંડ્યાં કે તરત જ એક ફોટોગ્રાફરનો અવાજ આવ્યો ‘જવા દો.’ આ સાંભળીને અરબાઝે હસીને કહ્યું, ‘તમે પણ જવા દો.’ એ પછી તેણે હસતાં-હસતાં કહ્યું, ક્યારેક સમજવાનો પ્રયાસ કરો.
અરબાઝ અને શૂરાનાં આ બીજાં લગ્ન છે અને શૂરા અરબાઝ કરતાં બાવીસ વર્ષ નાની છે. અરબાઝ ખાન અને મલાઇકા અરોરાએ ૧૯૯૮માં લગ્ન કર્યાં હતાં. આ લગ્નથી બન્નેનો એક પુત્ર અરહાન પણ છે, પણ તે મમ્મી સાથે રહે છે. મલાઇકા અને અરબાઝે ૨૦૧૭માં છૂટાછેડા લીધા હતા.