“તમને મુશ્કેલીમાં નહીં મૂકું...”: CEOનું અફેર પકડાતાં રહેમાને કોન્સર્ટમાં કહ્યું

24 July, 2025 06:57 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આ ઘટનાને લઈને હવે આર રહેમાનના અમેરિકાના કોન્સર્ટનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં પ્રેક્ષકો હાથ હલાવતા અને હસતા જોવા મળી રહ્યા છે. કૅમેરા જ્યારે આ લોકો પર ફોકસ કરે છે ત્યારે ગાયક રહેમાને કહ્યું "હું તમને મુશ્કેલીમાં નહીં મુકું. ચિંતા કરશો નહીં.

એઆર રહેમાન અને તેના કોન્સર્ટનો સ્ક્રીન ગ્રેબ (તસવીર: X)

બૉલિવૂડ સિંગર એ.આર. રહેમાન, જે હાલમાં યુએસએમાં તેના વન્ડરમેન્ટ ટૂરમાં વ્યસ્ત છે, તેના શો દરમિયાન કોલ્ડપ્લે કોન્સર્ટમાં બનેલી ઘટના વિશે મજાક કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર એક વાયરલ વીડિયો સામે આવ્યો છે જેમાં તે પ્રેક્ષકોને ચિંતા ન કરવાનું કહી તે તેમને મુશ્કેલીમાં નહીં નાખે, એવું કહેતો જોવા મળે છે. આ ઘટના એવી છે કે જ્યારે અમેરિકન મ્યુઝિક બેન્ડ કોલ્ડપ્લેના મુખ્ય ગાયક ક્રિસ માર્ટિનના કોન્સર્ટમાં ગયા અઠવાડિયે અજાણતાં એક મોટી કંપનીના સીઈઓ એન્ડી બાયરન અને તે જ કંપનીની એચઆર હેડ ક્રિસ્ટિન કેબોટમાં અફેરનો ખુલાસો થયો હતો. બન્નેની પ્રાઈવેટ ક્ષણો કોન્સર્ટના પ્રખ્યાત ‘કિસ કૅમ;માં કેદ થતાં આ કપલ ઝડપાઈ ગયું હતું અને ત્યારબાદ તેઓ તેમના ચહેરા છુપાવતા જોવા મળ્યા હતા.

આ ઘટનાને લઈને હવે આર રહેમાનના અમેરિકાના કોન્સર્ટનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં પ્રેક્ષકો હાથ હલાવતા અને હસતા જોવા મળી રહ્યા છે. કૅમેરા જ્યારે આ લોકો પર ફોકસ કરે છે ત્યારે ગાયક રહેમાને કહ્યું "હું તમને મુશ્કેલીમાં નહીં મુકું. ચિંતા કરશો નહીં." રહેમાને આવું કહેતા જ પ્રતિક્રિયાથી પ્રેક્ષકો બેભાન થઈ ગયા.

હાલમાં વાયરલ થઈ રહેલા વીડિયો પર એક નજર નાખો

કોલ્ડપ્લે-એસ્ટ્રોનોમર સીઈઓ વિવાદ શું છે?

એસ્ટ્રોનોમર નામની કંપનીના સીઈઓ એન્ડી બાયરન અને કંપનીના એચઆર હેડ, ક્રિસ્ટિન કેબોટ, બોસ્ટનમાં કોલ્ડપ્લે કોન્સર્ટમાં રોમેન્સ કરતાં પકડાયા બાદ વિવાદમાં આવી ગયા હતા. આ કથિત અફેર ત્યારે સામે આવ્યું જ્યારે બન્નેને લાઈવ કોન્સર્ટ દરમિયાન શોના ‘કિસ કૅમ’માં અણધારી રીતે દર્શાવવામાં આવ્યા. આ દરમિયાન તેઓ જે રીતે પકડાઈ ગયા હતા, તેમના રીએક્શને સોશિયલ મીડિયા પર મોટો હોબાળો મચાવ્યો હતો અને ચર્ચાને વેગ આપ્યો, હતો.

કોલ્ડપ્લેના એક ચાહકે તે ક્ષણને ઓનલાઈન કેદ કરી અને શૅર કરી, જેમાં બાયરન અને કેબોટ ગભરાઈને પોતાના ચહેરા છુપાવવાનો પ્રયાસ કરતા દેખાય છે. આ વીડિયો ઝડપથી વાયરલ થઈ ગયો, જેનાથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મીમનો ધમાલ મચી ગઈ. આ પ્રતિક્રિયા બાદ, બાયરન એસ્ટ્રોનોમરના સીઈઓ તરીકેની તેમની ભૂમિકા પરથી રાજીનામું આપી દીધું. બીજી બાજુ, કેબોટ મૌન રહ્યા છે, હજી સુધી કોઈ જાહેર નિવેદનો જાહેર કરવામાં આવ્યા નથી.

હવે એઆર રહેમાને પણ તેના કોન્સર્ટમાં આવું કહીને આ વિષયને ફરી એક વખત ટ્રેન્ડમાં લાવ્યો છે. તેમ જ અનેક લાઈવ કોન્સર્ટ અને શો દરમિયાના આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને તેના પર મજાક કરવામાં આવી હતી. આ ઘટનાની સતત સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ રહી છે.

ar rahman coldplay viral videos social media bollywood buzz bollywood news bollywood gossips bollywood events